Ahmedabad Airport News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કુદરતી આફતો દરમિયાન વિવિધ એજન્સીઓ વચ્ચેની સજ્જતા અને સંકલનની સમીક્ષા કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત ‘મોક એક્સરસાઇઝ’ યોજવામાં આવી હતી.

અમદાવાદ (Ahmedabad) માં SVPIA મલ્ટિ-એજન્સી મોક એક્સરસાઇઝ
આ કવાયતનું આયોજન NDMA(એનડીએમએ) દ્વારા AAI (એએઆઈ), GSDMA (જીએસડીએમએ) અને NDRF(એનડીઆરએફ)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. મલ્ટિ-હેઝાર્ડ સિનારીયો (બહુવિધ જોખમી પરિસ્થિતિ) પર આધારિત આ કવાયતમાં ભૂકંપ અને તેની અન્ય અસરોનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિભાવ પદ્ધતિઓ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ (IRS)ના અમલીકરણ, સંદેશાવ્યવહારની કાર્યક્ષમતા અને સંસાધનોની ગતિશીલતાનું મૂલ્યાંકન કરવાનો હતો.

આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, NDRF, SDRF(એસડીઆરએફ), પોલીસ, ફાયર સર્વિસ અને અન્ય હિતધારકોના અધિકારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને મજબૂત બનાવવાનો, કામગીરીમાં રહેલી ખામીઓને ઓળખવાનો અને કટોકટીના સમયે જાનમાલ તથા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવવા માટે સામૂહિક સજ્જતાને વધુ દ્રઢ બનાવવાનો આ મોક એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ હતો.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર 15 ફ્લાઇટ્સ રદ, 24 ડિલે, એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો: ફ્લાઈટ મોડી પડતા અમદાવાદ એરપોર્ટ પર યાત્રાળુઓએ મચાવ્યો હોબાળો
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી 35 લાખની અમેરિકન કરન્સી
