Vadodara News/ વડોદરામાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલા કુટુંબીઓ પર ગોળીબાર, એકને ઇજા

વડોદરામાં ગુમ થયેલી યુવતીના કુટુંબીજનો તેને શોધવા નીકળ્યા હતા. તેઓ તેના માટે ઇકો કારમાં બેસીને એક ફાર્મહાઉસમાં ગયા હતા. આ ફાર્મહાઉસના માલિકે તેમની સાથે ઝગડો કર્યો હતો અને તેમના પર ફાયરિંગ કરતાં એકને ઇજા થઈ હતી.

Top Stories Gujarat Vadodara Breaking News
વડોદરામાં ગુમ યુવતીના કુટુંબીજનો પર ગોળીબાર (Firing)

Vadodara News:  કહેવત છે ધરમ કરતાં ધાડ પડી. વડોદરા (Vadodara) જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા-રાણીયા ગામમાં એક ફાર્મહાઉસમાં (Farm House) ગુમ થયેલી છોકરીને શોધવા ગયેલા સંબંધીઓની સાથે આવું જ થયું હતું. તેઓ એક તો ગુમ થયેલી યુવતીને શોધવા એક ફાર્મહાઉસ (Farm House) માં ઘૂસી ગયા હતા. તેના પગલે ફાર્મહાઉસના માલિકે રિવોલ્વરથી બે રાઉન્ડ ગોળીબાર (Firing) કર્યો હતો. તેમા એક વ્યક્તિને ડાબા ખભામાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે સારવાર હેઠળ છે.

ગુમ યુવતીના કાકા પર ફાયરિંગ (Firing)

વડોદરા (Vadodara)માં આ ઘટનામાં થયેલી પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદીના કાકા અરવિંદભાઈ ગોવિંદભાઈ બારિયાની 23 વર્ષની પુત્રી 19 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેને શોધવા માટે ફરિયાદી પાંચ મિત્રો સાથે ઇકો કાર લઈને પોઇચા-રાણીયા ગામમાં છગનભાઈ કાનજીભાઈ પટેલના ફાર્મ હાઉસમાં ગયા હતા. કમલેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ બારિયા, ધુડાભાઈ બારિયા, વિપિનભાઈ બારિયા અને કરણસિંહ રાજપૂત છગન પટેલના ફાર્મહાઉસ પર ગયા હતા.

આરોપી છગનભાઈએ કર્યો ગોળીબાર

આરોપી છગનભાઈ પહેલાં તો ઘટનાસ્થળે હાજર હતા અને પાંચ જણા ત્યાં આવ્યા હોવાની જાણ થતાં તે ત્યા પહોંચ્યા હતા. છગનભાઈ પાંચ જણાને ફાર્મહાઉસમાં આવેલા જોઈ ઉશ્કેરાયા હતા અને હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. છગનભાઈએ તેઓને ધમકી આપી હતી. તેના પછી તે તરત ગેટ તરફ જતાં રહ્યા હતા.

આરોપીએ આપી ધમકી (Threat)

આ બનાવના પગલે બધા પાંચેય જણા ઇકો કારમાં પરત ફર્યા હતા અને છગનભાઈ ગોળી મારવાના ઇરાદાથી ઇકો કારની પાછળ દોડ્યા હતા અને રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. તેના કારણે તેમની ગોળી કારની પાછળની બારી તોડી ફરિયાદીના ડાબા ખભામાં વાગી હતી અને તેઓને ઇજા થઈ હતી. ગોળીબારની ઘટનાના કારણે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે આ ઘટનામાં ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબના કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ભાદરવા પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: મૂળીમાં ચાર શખ્શોએ હોટલ માલિક પર કર્યું બે રાઉન્ડ Firing, એકને ઈજા

આ પણ વાંચો: પ્રેમમાં પાગલ પ્રેમીનો તાંડવ! અમદાવાદના ચાણક્યપુરીમાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, રહીશોમાં ફફડાટ

આ પણ વાંચો: ભાજપનાં સાંસદ રંજીતા કોલીને મળી ધમકી, બદમાશોએ ઘરમાં કર્યુ Firing