Crude Oil Price Hike: મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસતા આજે સોમવાર, 2 માર્ચ 2026 ના રોજ ગ્લોબલ માર્કેટમાં કાચા તેલ (Crude Oil) ના ભાવમાં આગ લાગી છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે રોકાણકારોને ડર છે કે તેલનો સપ્લાય અટકી શકે છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડના ભાવમાં 7% થી વધુનો ઉછાળો નોંધાયો છે.

માર્કેટમાં શું ચાલી રહ્યું છે?
આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ ક્રૂડ તેલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને કિંમતો આસમાને પહોંચી છે. બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ના ભાવ શુક્રવારના 72.87 ડોલરથી સીધા વધીને 78.55 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જે 7.8% નો તોતિંગ વધારો સૂચવે છે અને આ છેલ્લા સાત મહિનાનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. આ જ રીતે અમેરિકન ક્રૂડ ઓઈલ એટલે કે WTI ક્રૂડના ભાવ પણ શુક્રવારના 67 ડોલરથી વધીને 72 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યા છે, જે કિંમતોમાં 7.3% નો મોટો વધારો દર્શાવે છે.
કેમ ડરી રહ્યું છે દુનિયા?
નિષ્ણાતોના મતે અત્યારે સૌથી મોટો ડર ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) બંધ થવાનો છે, કારણ કે આ સાંકડા અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગેથી રોજનું અંદાજે 1.5 કરોડ બેરલ તેલ પસાર થાય છે, જે સમગ્ર દુનિયાના કુલ સપ્લાયનો 20% જેટલો હિસ્સો ધરાવે છે. આ માર્ગના ઉત્તરમાં ઈરાન આવેલું હોવાથી તેના પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે; અગાઉ ફેબ્રુઆરીમાં જ્યારે ઈરાને સૈન્ય અભ્યાસના નામે આ રસ્તો થોડા સમય માટે બંધ કર્યો હતો, ત્યારે પણ તેલના ભાવમાં ૬%નો વધારો ઝીંકાયો હતો. સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત અને UAE જેવા દેશોનું તેલ પણ આ જ માર્ગે થઈને ભારત અને અન્ય દેશોમાં પહોંચે છે, જેના કારણે આ રસ્તો બંધ થવો વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે.
OPEC+ દેશોની એન્ટ્રી
ભાવ કાબૂમાં લેવા માટે સાઉદી અરેબિયા અને રશિયા જેવા તેલ ઉત્પાદક દેશોના સંગઠન ‘OPEC+’ એ એપ્રિલ મહિનાથી રોજનું 2,06,000 બેરલ ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. જોકે, યુદ્ધની સ્થિતિ સામે આ રાહત કેટલી કામ આવશે તે જોવું રહ્યું.

કાચા Oilના ભાવ 100 ડોલરની નજીક
જો કાચા તેલના ભાવ 100 ડોલરની નજીક પહોંચશે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું 85% થી વધુ તેલ આયાત કરે છે.
આ પણ વાંચો:ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદ મૃત્યુ નથી પામ્યા; ગ્લોબલ ટાઈમ્સનો મોટો દાવો
આ પણ વાંચો:ઈરાન–ઇઝરાયલ તણાવ વચ્ચે US F-15 ફાઇટર જેટ પટકાયું
આ પણ વાંચો:અમેરિકન દૂતાવાસ પરના હુમલામાં 35 પાકિસ્તાનીઓના મોત
