Ahmedabad Metro Court Marriage Row: અમદાવાદ શહેરની મેટ્રો કોર્ટ આજે છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં જિલ્લા રજિસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. સ્થિતિ એટલી તંગ બની હતી કે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મોરચો સંભાળવો પડ્યો હતો.
Ahmedabad : યુવતીને વકીલના કપડાં પહેરાવી કોર્ટમાં લાવવી પડી
ગાંધીનગરના કારોલીની યુવતી અને કઠવાડાના ૨૭ વર્ષીય મુસ્લિમ યુવક આજે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા. અગાઉથી જ વિરોધની આશંકા હોવાથી, યુવતીની ઓળખ છુપાવવા માટે તેને વકીલના કપડાં પહેરાવીને કોર્ટ સંકુલમાં લાવવામાં આવી હતી. જોકે, આ બાબતની જાણ હિન્દુ સંગઠનોને થતા મામલો ગરમાયો હતો.

કોણ છે યુવક-યુવતી?
મળતી માહિતી મુજબ, આ કિસ્સામાં યુવતી ગાંધીનગરના કારોલી ગામની વતની છે, જ્યારે 27 વર્ષીય યુવક અમદાવાદના કઠવાડા વિસ્તારનો રહીશ છે. આજે આ બંને જણા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પોતાના લગ્ન કાયદેસર રીતે રજીસ્ટર કરાવવા માટે મેટ્રો કોર્ટ ખાતે પહોંચ્યા હતા.

VHP-બજરંગ દળનો વિરોધ અને પોલીસ સાથે ઘર્ષણ
લગ્નની વિગતો બહાર આવતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ સંકુલની બહાર એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠી અને હથિયારધારી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ પણ વાંચો: Ahmedabad : દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન AMC-પોલીસ પર પથ્થરમારો
આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જાહેર રસ્તા પર મહિલાને માર માર્યો
આ પણ વાંચો: અમદાવાદની LG હોસ્પિટલમાં ‘મુન્નાભાઈ’ સ્ટાઈલ! દર્દીના ખાટલામાં ડોક્ટર અને સ્ટાફ ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા
