Iranian Ship Attack Sri Lanka: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની આગ હવે હિંદ મહાસાગર સુધી પહોંચી ગઈ છે. શ્રીલંકાના તટ પાસે એક ઈરાની જહાજ પર સબમરીન (પનડૂબી) દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 101 લોકો લાપતા છે અને 78 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Iranian Ship : ફ્રિગેટ ‘IRIS Dena’ ડૂબ્યું?
અહેવાલો અનુસાર, ઈરાનનું ફ્રિગેટ (યુદ્ધ જહાજ) ‘IRIS Dena’ જ્યારે શ્રીલંકાની જળસીમાની બહાર હતું ત્યારે તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ જહાજ પર કુલ 180 લોકો સવાર હતા. હુમલા બાદ જહાજ ડૂબવા લાગ્યું હતું, જેથી શ્રીલંકાની નેવી અને અન્ય એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં અત્યાર સુધી 30 થી 35 લોકોને બચાવી લેવાયા છે અને ઘાયલોને સારવાર અર્થે દક્ષિણ શ્રીલંકાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની જલ્દી જાહેરાત
એક તરફ ઈરાનના જહાજ પર હુમલો થયો છે, તો બીજી તરફ ઈરાનની અંદર પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ઈરાની અધિકારીઓએ સ્ટેટ ટેલિવિઝન પર જણાવ્યું છે કે, “દેશમાં લીડરશીપને લઈને કોઈ કટોકટી નથી. લીડરશીપ કાઉન્સિલ અત્યારે દેશ ચલાવી રહી છે અને ખૂબ જ જલ્દી નવા સુપ્રીમ લીડરની નિમણૂક કરવામાં આવશે.”
હિઝબુલ્લાહનો ઈઝરાયેલ પર પલટવાર
દરમિયાન, હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે મંગળવારે રાત્રે મધ્ય ઈઝરાયેલમાં આવેલા એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના હેડક્વાર્ટર પર ડ્રોન હુમલો કર્યો છે. આ ઉપરાંત, એક ડ્રોન કંટ્રોલ બેઝ પર મિસાઈલ છોડવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ હિંદ મહાસાગરમાં તણાવ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: ઈતિહાસમાં પ્રથમવાર! ઈઝરાયેલના F-35 જેટે તેહરાનના આકાશમાં ઈરાની YAK-130 તોડી પાડ્યું
આ પણ વાંચો: ઈરાનના હુમલાથી દુબઈનું ‘સેફ મોડલ’ હચમચ્યું, યુદ્ધ લાંબું ચાલે તો શું થશે?
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધનો 5મો દિવસ, તેહરાનમાં વિસ્ફોટોથી હાહાકાર
