Today Special: વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ (International Women’s Day 2026, 8 March) મનાવવામાં આવે છે. આ વર્ષ 2026માં પણ એ આજે રવિવારના રોજ ઉજવાશે. આપણા શાસ્ત્રોમાં લખેલી ‘નારી તુ નારાયણી’ એ ઉક્તિ સાર્થક છે, અને ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ આ જ વિચારધારાનો દ્યોતક છે!

આ દિવસે શાળાઓ, ઓફિસો અને અનેક સંસ્થાઓમાં વિશેષ કાર્યક્રમ, સન્માન સમારંભ અને જાગૃતિ અભિયાન (Awareness Campaigns)નું આયોજન કરવામાં આવશે. આજે દુનિયાના અનેક ભાગોમાં મહિલાઓને સમાન વેતન, શિક્ષણ અને તકો (Equal pay, Education and Opportunities) માટે સંઘર્ષ કરવો પડે છે.
મહિલાઓને સમાન અધિકાર અને બરાબરીને પ્રોત્સાહન
આ 8 માર્ચનો દિવસ મહિલાઓ માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે, આખી દુનિયા તમામ મહિલાઓના સન્માનમાં ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ મનાવે છે. આ દિવસે મહિલાઓને સમાન અધિકાર અને બરાબરીને પ્રોત્સાહન આપવામાં આવે છે, એમની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવે છે અને વિમેન એમ્પાવરમેન્ટ (Women Empowerment)ને ઉત્તેજન આપવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ અગ્રેસર થઇને દરેક વિષય પર જાહેરમાં ખૂલીને વાત કરે છે.

વિશ્વની તમામ વિકસિત અને વિકાસશીલ દેશો (Developed and Developing Countries)ની મહિલાઓને સામાજીક, આર્થિક અને રાજનૈતિક (Social, Economic and Political) સ્તરે સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. આ મહિલા દિવસના ઇતિહાસ, કારણ અને આ વર્ષની થીમ વિશે જાણીએ…
‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ ની શરુઆત ક્યારથી થઇ?
વર્ષ 1975માં યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા ‘ઇન્ટરનેશનલ વિમેન્સ યર’ મનાવતી વખતે પ્રથમ વખત ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે‘ની પણ ઉજવણી કરી હતી. બે વર્ષ પછી વર્ષ 1977 માં યૂએન જનરલ એસેમ્બ્લી (UNGA)એ એના તમામ સભ્ય દેશોને બોલાવીને 8 માર્ચના રોજ ‘મહિલા અધિકાર દિવસ’ની ઘોષણા કરી હતી. જો કે, આનો ઇતિહાસ (History) ઘણો જ જૂનો છે અને એ મુજબ, સૌથી પહેલો મહિલા દિવસ અમેરિકાની સોશ્યાલિસ્ટ પાર્ટી દ્વારા 28 ફેબ્રુઆરી 1909 ના રોજ મનાવાયો હતો.

‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ (International Women’s Day 2026)નો ઇતિહાસ
પ્રાપ્ત માહિતી અનુસાર, 20 મી સદીમાં અમેરિકા અને યૂરોપ (America & Europe)માં શ્રમિકોના આંદોલનોની મધ્યમાં ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’નો જન્મ થયો હતો. જો કે, આ દિવસને ઘણા વર્ષો બાદ માન્યતા પ્રાપ્ત થઇ શકી! આંદોલનકારી મહિલાઓએ માગણી કરી હતી કે, એમના કામ કરવાના કલાકોની એક લિમિટ નિર્ઘારિત થવી જોઇએ.
આ ઉપરાંત, રશિયામાં મહિલાઓએ પ્રથમ વર્લ્ડ વોર (First World War)નો વિરોધ કરતા આ દિવસને મનાવ્યો હતો. પુરુષો અને સ્ત્રીઓના અધિકારો વચ્ચેના અંતરનો વિરોધ કરવા માટે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો.

તારીખ 8 માર્ચને જ કેમ પસંદ કરવામાં આવી?
વર્ષ 1909 પછી મહિલા દિવસ ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવતો હતો. વર્ષ 1910માં સોશ્યાલિસ્ટ ઇન્ટરનેશનલના કોપનહેગન સંમેલનમાં એને ઇન્ટરનેશનલ દિવસનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સમયે એમનો ઉદ્દેશ્ય મહિલાઓને વોટ આપવાનો અધિકાર પ્રાપ્ત થાય એ હતો! વર્ષ 1917 માં રશિયામાં મહિલાઓ (Russian Women)એ ઐતિહાસિક હડતાળ પાડી અને જેના કારણે ઝારને સત્તા છોડવી પડી અને મહિલાઓને વોટ આપવાનો અધિકાર (Right to Vote) મળ્યો હતો.
એ સમયે રશિયામાં જુલિયન કેલેન્ડર (Julian Calendar) ચાલતુ હતુ જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ગ્રેગોરિયન કેલેન્ડર (Gregorian Calendar)! આ બંને કેલેન્ડરોની તારીખમાં ઘણું જ અંતર હતુ. જુલિયન કેલેન્ડર અનુસાર, વર્ષ 1917ના ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે 23 તારીખ હતી અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં 8 માર્ચ તારીખ હતી. આ કારણે 8 માર્ચને ‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’ તરીકે મનાવવાની શરુઆત થઇ.

મહિલા દિવસનું મહત્વ
આ વિશેષ દિવસને ઉજવવા માટે એક ખાસ હેતુ તથા મહત્વ (Importance) રહેલા છે. મહિલાઓના અધિકારો પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવી, એમના સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક સહિત એ જે પણ ક્ષેત્રમાં કાર્યરત અને પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહેલી તમામ મહિલાઓનું સન્માન કરવાનો, લૈગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે આ મહિલા દિવસ મનાવવામાં આવે છે.
આ દિવસના માધ્યમથી લોકોને મહિલાઓના સંઘર્ષથી અવગત કરાવીને સમાજમાં જાગૃતિ લાવવાનો છો. સ્ત્રીઓ વિરુદ્ધ થતા દુર્વ્યવહાર (Abuses Against Women), સમાજનિર્માણમાં એમની વિશેષ ભૂમિકા અને મહિલાઓના અધિકારો વિશે અવેરનેસ (Women Rights Awareness) લાવવાનો મુખ્ય હેતુ છે. કારણ કે, વિડંબના એ છે કે, આજે દુનિયા 21 મી સદીમાં હોવા છતાંયે મોટાભાગની મહિલાઓને પુરુષોના નિર્ણયો પર આધારિત રહેવું પડે છે!

જે મહિલાઓ કોઇ પણ રીતે ઑફિસ અને અન્ય કાર્યોને બાખૂબી સંભાળી રહી છે, પ્રત્યેક દિવસે સંઘર્ષોનો સામનો કરી રહી છે એમના પ્રયાસોની પ્રશંસા કરવાનો અને એમનો ઉત્સાહવર્ધન કરવાનો આ વિશેષ દિવસ છે.

મહિલા દિવસની વર્ષ 2026ની થીમ
પ્રત્યેક વર્ષે મહિલા દિવસને એક ખાસ થીમ અર્થાત્ એક વિષય (Theme) અંતર્ગત સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વર્ષે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની થીમ રાખવામાં આવી છે…
‘દાનથી લાભ’
અર્થાત્
‘Give to Gain’
આનો અર્થ એ છે કે, તમે કોઇને કંઇ પણ આપો છો તો એના બદલામાં તમને પણ લાભ થાય છે. આ થીમનું ઉદ્દેશ્ય છે કે, લોકો ભરી-ભરીને દાન આપીને લૈંગિક સમાનતા (Gender Equality)નું વર્ધન કરવાના પ્રયત્નો કરવા!

મહાન ભારતીય મહિલા મહિલા વૈજ્ઞાનિક જાનકી અમ્માલ જેવી મહિલાઓએ સામાજીક સંઘર્ષો સામે લડીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતુ. આવી તો અનેક મહિલાઓ છે અને આ ઝુંબેશ ઉદારતા અને સહયોગની સ્વસ્થ માનસિકતાને ઉત્તેજન આપીને દુનિયાભરની મહિલાઓને આગળ વધવાની પ્રેરણા આપે છે.
આપણા શાસ્ત્રોમાં લખેલી ‘નારી તુ નારાયણી’ એ ઉક્તિ સાર્થક છે, અને ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ આ જ વિચારધારાનો દ્યોતક છે!
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
