Surat News:સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોમાંથી ત્રણના ગૂંગળામણથી મોત (GIDC Chemical Tank Accident) થયા છે, જ્યારે એક શ્રમિક હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
આ ઘટના ગુરુવાર રાત્રે બની હતી અને તેની અસર હજુ પણ ચાલુ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની અને હાલ પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં રહેતા ચાર યુવાનો સોનુકુમાર ઉર્ફે ધનર્જય કમલેશ પાસવાન, દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન , મહેન્દ્ર મેસર પાસવાન અને સંદીપ સંતોષ પાસવાન કોન્ટ્રાક્ટ આધારે મિલમાં કેમિકલ ટાંકીની સફાઈનું કામ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
GIDCમાં કેમિકલ ટાંકીની અંદર સર્જાયો અકસ્માત (GIDC Chemical Tank Accident)
GIDC વિસ્તારમાં (GIDC Chemical Tank Accident) ગુરુવાર રાત્રે ટાંકીમાંથી પહેલા ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ જમા થયેલો કચરો સાફ કરવા માટે ચારેય શ્રમિકો વારાફરતી ટાંકીમાં ઉતર્યા હતા. આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસ પાઈપમાંથી અચાનક કેમિકલનો ગેસ લીક થયો, જેના કારણે ટાંકીની અંદર ઝેરી ગેસ ફેલાઈ ગયો. ગેસના પ્રભાવથી ચારેય શ્રમિકોને તાત્કાલિક ગૂંગળામણ થઈ અને થોડી જ ક્ષણોમાં તેઓ બેભાન થઈ ગયા.
GIDC વિસ્તારમાં થયેલા અકસ્માતની(GIDC Chemical Tank Accident) જાણ થતાં મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને જહેમત બાદ ચારેયને બહાર કાઢ્યા. તમામને ડીંડોલી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સોનુકુમાર ઉર્ફે ધનર્જયનું ગુરુવારે મોડી રાત્રે જ મોત થયું. જ્યારે શુક્રવારે સવારે દિનુકુમાર ઉર્ફે અંકિતનું મોત થયું. અને શુક્રવારે સાંજે સંદીપનું પણ મોત થયું હતું.
મહેન્દ્ર મેસર પાસવાન હાલ વેન્ટિલેટર પર છે અને તેની સ્થિતિ ગંભીર છે.પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આ ચારેય યુવાનો મિલના કાયમી કર્મચારી નહોતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બહારથી બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:દવા લેવા ઇનકાર કરતા દર્દીને માર મારતા મોત, સુરતના નશામુક્તિ કેન્દ્રમાં ઘટના
આ પણ વાંચો:સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત
આ પણ વાંચો: લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, સુરતના ગોથાણમાં ટાઈફોડથી નવવધૂ વેદી પટેલનું કરુણ મોત
