Ahmedavad News/ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી

તપોવન વિદ્યાવિહારના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Gujarat Gandhinagar Trending
તપોવન વિદ્યાવિહાર

Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના હસ્તે અમદાવાદમાં તપોવન વિદ્યાવિહારનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી હતી.

તપોવન વિદ્યાવિહાર

તપોવન વિદ્યાવિહારમાં સંસ્કાર સાથે શિક્ષણ મળશે: હર્ષ સંઘવી

તપોવન વિદ્યાવિહારના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), પૂ. આચાર્ય ભગવંત હંસકીર્તિ સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકીર્તિ સૂરિશ્વરજી મહારાજની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.

તપોવન વિદ્યાવિહાર

આ સમારંભમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક શિક્ષણની અદ્યતન સુવિધાઓ આપતું આ વિદ્યા સંકુલ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપશે. તપોવન વિદ્યાવિહાર વડાપ્રધાનના ‘વિકાસ ભી વિરાસત ભી’ના સૂત્રને ચરિતાર્થ કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

તપોવન વિદ્યાવિહાર

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ, અમિત ઠાકર, પૂ. આચાર્ય ભગવંત હંસકિર્તી સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકિર્તી સૂરિશ્વરજી મહારાજ સહિતના જૈન સાધુ-સંતો, જૈન અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,નામ બદલી દીકરીઓને ફસાવનારને નહીં છોડે સરકાર

આ પણ વાંચો:  શહેરોના ભવિષ્ય પર IAS શાલિની અગ્રવાલનું પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન

આ પણ વાંચો: હર્ષ સંઘવીએ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડકટરોને અભિનંદન પાઠવ્યા…