
Ahmedabad News: આઇસીસી ટુર્નામેન્ટ (ICC Tournament)માં ભારત અને ન્યૂઝીલેન્ડ ત્રણ વખત આમને સામને થયા છે. તેમા બે વખત ન્યૂઝીલેન્ડ અને એક વખત ભારત જીત્યું છે. સૌપ્રથમ 2000ની સાલમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાયા હતા. ભારતે આપેલા 260 રનના લક્ષ્યાંક સામે એક સમયે ન્યૂઝીલેન્ડની ટીમ 159 રનમાં 6 વિકેટ ગુમાવી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. તેના પછી ક્રિસ કેઇન્સ તેની કારકિર્દીની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો અને તેણે સદી ફટકારીને ન્યૂઝીલેન્ડને સૌપ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

ICC Tournamentમાં ન્યૂઝીલેન્ડનો જ્વલંત દેખાવ
તેના પછી 2021માં આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ભારત સામે થયો હતો અને ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને આ ફાઇનલ જીતી હતી. તેના પછી 2025માં દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડનો સામનો ભારત સામે થયો હતો. તેણે ભારતને 252 રનનો પડકાર આપ્યો હતો અને ભારતે તે સરળતાથી ચેઝ કરીને વિજય મેળવ્યો હતો.

ન્યુઝીલેન્ડની ટીમ 2000માં પહેલી વાર કોઈ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ટીમે પહેલી વાર ટીમ ઇન્ડિયાને 4 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ, કિવી ટીમ આગામી 20 વર્ષમાં ત્રણ ફાઇનલ રમી હતી, પરંતુ તેમાંથી એક પણ જીતી શકી ન હતી.

ન્યૂઝીલેન્ડ 2020થી ત્રણ વખત ICC Tournamentમાં ફાઇનલમાં પહોંચી

2009ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ અને 2015ની ODI વર્લ્ડ કપની ફાઇનલમાં કિવી ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. 2019માં, ન્યુઝીલેન્ડ ફરી ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ આ વખતે ICC બાઉન્ડ્રી કાઉન્ટ નિયમને કારણે ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું.

ન્યુઝીલેન્ડે 26 વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો પહેલો વિજય મેળવ્યો. ટીમ અગાઉ વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી હતી. તેઓ 1979 અને 1992માં પણ ટોચના ચારમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, તેઓ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા.
