Ahmedabad News/ અમદાવાદમાં હાઇકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી

અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટ (Rural Court) અને હાઇકોર્ટ(High Court)ને ઉડાવી દેવાની ધમકી મળી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાતમાં જાણે નવો કારોબાર શરૂ થઈ ગયો છે. આ છે ધમકી(Threat)નો કારોબાર અને આ કારોબારની ખાસિયત એ છે કે તેમા પાછો જીએસટી પણ લાગતો નથી. રોજ દિવસ પડેને તંત્રને કોઈને કોઈ ધમકાવી જાય છે. ક્યારેક એરપોર્ટ, ક્યારેક સ્કૂલ તો ક્યારેક કોર્ટ તો ક્યારેક કલેક્ટર ઓફિસ ક્યારેક કોઈ સરકારી ઓફિસને ધમકી મળે છે. આ જ નવા કારોબારના ભાગરૂપે આજે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટ (Rural Court) અને હાઇકોર્ટ(High Court)ને ઉડાવી દેવાની ધમકી મળી છે.

હાઈકોર્ટ-ગ્રામ્ય કોર્ટને ધમકી (Threat)

બસ ધમકી (Threat) મળતા જ તંત્ર દોડતું થઈ ગયું હતુ. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દોડી આવી હતી. કોર્ટના બધા જ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોર્ટના સંકુલો તરત જ ખાલી કરવામાં આવ્યા હતા. વકીલો અને અસીલો બધાને તાત્કાલિક કોર્ટના સંકુલની બહાર લઈ જવાયા હતા. આ અંગે કરવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેઇલમાં તમિલનાડુના વતની અજિત કુમારે ચોરીના કેસમાં ખોટી રીતે ફસાવાઈ અને તેને માર મારી હત્યા કરવામાં આવી હોવાનો અને તેનો બદલો લેવાનો ઉલ્લેખ છે. તેથી આ કેસમાં પોલીસ તમિલનાડુનું પગેરુ શોધવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

કોર્ટનું સંકુલ ખાલુ કરાવાતા વકીલોમાં નારાજગી

જો કે આ ધમકીભર્યા મેઇલના કારણે કોર્ટનું સંકુલ તાત્કાલિક ખાલી કરાવવામાં આવતા વકીલોમાં નારાજગી પ્રવર્તતી હતી. તેઓનું કહેવું હતું કે આ તો અઠવાડિયે કે પખવાડિયે આ પ્રકારે મેઇલ આવે અને તરત જ બધા કામ અટકાવી દઈને આ પ્રકારે કોર્ટનું સંકુલ ખાલી કરવામાં આવે તેથી કામકાજ પર બહુ અસર પડે છે. હાલના ટેકનોલોજીના જમાનામાં સરકાર આ પ્રકારે ધમકીભર્યા મેઇલનો પતો લગાવીને તેની સામે ત્વરિત કાર્યવાહી કરે તે વધારે જરૂરી છે. સરકારે અહીં ખરેખર તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આ ધમકીભર્યા મેઇલ ફક્ત ધમકીના જ છે, વાસ્તવમાં કશું થવાનું નથી. તેથી કમસેકમ કોર્ટનું કામકાજ તો અટકાવી ન શકાય.

ધમકીનો આ કારોબાર કરનારાઓ સમજી લે કે તેમના કારોબારમાં ભલે જીએસટી ન લાગે, પરંતુ ભારતીય દંડસંહિતા (આઇપીસી) ચોક્કસ લાગશે. ધમકી આપનારાને પકડાયા પછી ખબર પડશે કે આઇપીસી શું છે અને તેની તાકાત પણ શું છે.


આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, સ્કૂલોને બોમ્બની ધમકી આપનારો પશ્ચિમ બંગાળથી ઝડપાયો

આ પણ વાંચો: વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, 15 દિવસમાં બીજી વખત ચકચાર

આ પણ વાંચો: સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ