Karnataka News/ અમીરો સાથે દોસ્તી, પ્રેમનું નાટક અને પછી હનીટ્રેપ… જાણો આ ફેશન ડિઝાઇનરની લૂંટવાની અનોખી મોડસ ઓપરેન્ડી!

કર્ણાટકના બેલગાવીમાં ફેશન ડિઝાઇનર દીપા અવતાગીની હનીટ્રેપ (Honeytrap)દ્વારા અમીર પુરુષોને લૂંટવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે સોશિયલ મીડિયા દ્વારા પુરુષોને શિકાર બનાવતી હતી.

India Top Stories
Fashion Designer Honeytrap Case

Fashion Designer Honeytrap Case: કર્ણાટકના બેલગાવીમાં પોલીસે એક એવી હાઈ-પ્રોફાઈલ મહિલાની ધરપકડ કરી છે જેણે સોશિયલ મીડિયાને લૂંટનું હથિયાર બનાવ્યું હતું. ૩૩ વર્ષીય ફેશન ડિઝાઇનર દીપા અવતાગી સોશિયલ મીડિયા પર અમીર પુરુષો સાથે દોસ્તી કરતી, પ્રેમનું નાટક કરતી અને પછી તેમને લોજ કે હોટલમાં બોલાવી બધું જ લૂંટીને પલાયન થઈ જતી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

Honeytrap Case: સોશિયલ મીડિયા પર ફેલાવતી જાળ

મૂળ બાગલકોટ જિલ્લાની અને વ્યવસાયે ફેશન ડિઝાઇનર દીપા અવતાગી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સક્રિય હતી. તે ખાસ કરીને એવા પુરુષોને ટાર્ગેટ કરતી હતી જેઓ આર્થિક રીતે સધ્ધર અને પ્રભાવશાળી હોય. પહેલા તે મીઠી-મીઠી વાતો કરીને તેમનો વિશ્વાસ જીતતી અને પછી તેમને મળવા માટે પ્રસ્તાવ મૂકતી હતી.

Fashion Designer Honeytrap Case

લોજમાં બોલાવીને ખેલ પાડતી

જ્યારે પીડિત પુરુષ દીપાને મળવા માટે લોજ કે હોટલમાં પહોંચતો, ત્યારે તે ખૂબ જ સામાન્ય વ્યવહાર કરતી હતી. જેવો પીડિત ફ્રેશ થવા કે નાહવા માટે બાથરૂમમાં જતો, ત્યારે દીપા તેનો મોકો જોઈને રૂમમાં રાખેલી રોકડ રકમ, સોનું, કિંમતી બેગ અને મોબાઈલ લઈને રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં તો તે પીડિતની કાર લઈને પણ ભાગી છૂટી હતી.

લૂંટ્યા પછી બ્લેકમેલિંગનો માસ્ટર પ્લાન

લૂંટ કર્યા પછી પણ દીપાનો ખેલ પૂરો થતો નહોતો. તે પીડિતને ફોન કરીને ધમકાવતી હતી કે જો તેઓ તેને વધુ પૈસા આપશે તો જ તે તેમની કાર અને સામાન પાછો આપશે. જો કોઈ પૈસા આપવાની ના પાડે, તો તે તેમને પોલીસ કેસમાં ફસાવવાની અને સામાજિક પ્રતિષ્ઠા ખરાબ કરવાની ધમકી આપતી હતી. બદનામીના ડરથી અનેક લોકો તેના શિકાર બન્યા હતા અને પોલીસ પાસે જવાનું ટાળતા હતા.

પોલીસ કાર્યવાહી અને ફરાર સાથી

બેલગાવીના તિલકવાડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી અને દીપા અવતાગીને દબોચી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દીપા આ સમગ્ર ખેલમાં એકલી નહોતી. હુક્કેરીનો રહેવાસી શિવાનંદ માતાપતિ તેનો સાથીદાર હતો, જે હાલ ફરાર છે. પોલીસ તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો:રાજકોટમાં હનિટ્રેપમાં થઈ હત્યા, યુવતી અને યુવકોએ વૃદ્ધની કરી હોવાનું પ્રાથમિક અનુમાન

આ પણ વાંચો: મોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53.50 લાખ પડાવનાર 5 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદના સેટેલાઇટમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, માતા-પુત્રી સામે ખંડણીનો આરોપ