Surat News: સુરતની ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેક(Acid Attack) ની ચોંકાવનારી ઘટના બની છે. તેમા જબરદસ્ત દાઝેલી મહિલાને સારવાર માટે મોકલવામાં આવી છે. આ બનાવના કારણે કોર્ટમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સુરત ડિસ્ટ્રિક્ટ સર્વિસ હોલના પાંચમાં માળ પર આ ઘટના બની હતી.
અહીં દંપતી છૂટાછેડા (Divorce)ના કેસની ચર્ચા કરવા માટે આવ્યા હતા. પોલીસે એસિડ એટેક કરનારા સામે કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ છુટાછેડાના કેસ માટે આવેલાં વૃદ્ધે પત્ની પર એસિડફેંક્યું હતું. જે બાદ તેણે પર ઝેર (Poison) ગટગટાવી લીધુ હતું. બન્નેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પતિએ પાછળથી Acit Attack કર્યોઃ વકીલ
આ ઘટનાના સાક્ષી વકીલ વર્ષા પટેલે કહ્યું, “અમે કૃષ્ણાબેન સાથે આગળ વધીશું. અમે બેઠા હતા, અને અમારી પાછળ એસિડથી હુમલો કરાયેલ વ્યક્તિ બેઠો હતો. તેમના પતિ પણ તેમની પાછળ બેઠા હતા. અચાનક, અમને પાછળથી એક ફફડાટનો અવાજ સંભળાયો, અને એસિડ અમારા પર છાંટવામાં આવ્યો. અમને થોડો બળતરાનો અનુભવ થયો અને એસિડની ગંધ આવી, તેથી જ્યારે અમે પાછળ જોયું, ત્યારે અમે વૃદ્ધ પતિને જોયો. તે બોટલમાંથી મહિલા પર એસિડ (Acid Attack) રેડી રહ્યો હતો. એસિડ તેના ચહેરા પર ફેલાયેલું હતું, અને તેની એક આંખ બંધ હતી. જ્યારે તે અમારા પર છાંટવામાં આવ્યું ત્યારે અમને ક્યારેક થોડી બળતરાનો અનુભવ થતો હતો, પરંતુ આ સમયે, કોઈ સમસ્યા નથી.”
પત્ની પર હુમલો કરી પતિએ પણ દવા પીધી
અન્ય એક વકીલ, કૃષ્ણા ગાંધીએ કહ્યું, “અમે બગ્ગા સાહેબની કોર્ટ નંબર 6 માં હતા; હું અને મારા સાથી વકીલો બેઠા હતા. અમારી પાછળ બધા પક્ષો બેઠા હતા. એક પક્ષકાર એક મહિલા હતી, અને તેની પાછળ તેનો પતિ હતો. બહેન કદાચ ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો, અને તેના પતિએ આવીને તેના પર એસિડ રેડ્યું.” અમારા પરથી કંઈક પસાર થઈ ગયું, પરંતુ શરૂઆતમાં અમને ખબર ન પડી કે શું થયું. પછી, એવું લાગ્યું કે અમારા પર કંઈક ગરમ કે એસિડ રેડવામાં આવ્યું છે; તે બન્યું, અને થોડા સમય પછી, અમને બળતરા અને ગંધનો અનુભવ થયો. પછી મને ખ્યાલ આવ્યો કે તેના પતિએ તેના પર એસિડ નાખ્યો હતો. તે બંને લગભગ 65 થી 70 વર્ષના હતા. જ્યારે અમે જોયું ત્યારે, સ્ત્રીને ખૂબ જ બળતરા થઈ રહી હતી. અમે એ પણ સાંભળ્યું કે પતિએ પોતે કોઈ દવા લીધી હતી.

અમદાવાદમાં પતિ પર પત્નીએ કર્યો હતો એસિડ એટેક
ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એસિડ એટેકની ઘટના બની હતી. સામાન્ય રીતે પુરુષો દ્વારા મહિલાઓ પર એસિડ એટેકની ફરિયાદો નોંધાતી હોય છે, પરંતુ આ કિસ્સામાં પત્નીએ તેના પતિ પર એસિડ ફેંક્યો હતો. આરોપી મહિલાને તેના પતિ પર અન્ય મહિલાઓ સાથે અફેર હોવાની શંકા હતી અને આ શંકાને કારણે એસિડ એટેક થયો હતો. પતિને શરીરના નીચેના ભાગમાં ગંભીર દાઝી જવાની ઇજાઓ થઈ હતી. સેટેલાઇટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: કલોલમાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ એટેક, આરોપી ઝડપાયો
આ પણ વાંચો: AMTSમાં ફરજ બજાવતા કંડક્ટરની પૂર્વ પ્રેમિકા અને મિત્રએ એસિડ ફેંક્યો
આ પણ વાંચો: મહેસાણામાં છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક,હાલત ગંભીર
