Gujarat Weather/ ગુજરાતમાં માવઠાની આગાહી,18-19 માર્ચે વરસાદ સાથે આકરી ગરમીમાંથી મળશે રાહત

ગુજરાતમાં માર્ચમાં જ ગરમીનો પ્રકોપ વધ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિત અનેક શહેરોમાં 39°C આસપાસ તાપમાન નોંધાયું. હવામાન વિભાગ મુજબ 18-19 માર્ચે કમોસમી વરસાદથી (Unseasonal Rain) રાહત મળી શકે છે.

Top Stories Gujarat Breaking News
Unseasonal Rain

Gujarat Weather:હાલમાં ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. માર્ચ મહિનામાં જ સામાન્ય કરતાં 7 થી 8 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત જ આટલી તીવ્ર હોય ત્યારે લોકોમાં ચિંતા વધી ગઈ છે. પરંતુ હવે હવામાન વિભાગે મોટી રાહતની આગાહી કરી છે. 18 અને 19 માર્ચે કમોસમી માવઠું (Unseasonal Rain) પડવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ૨થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે અને વાતાવરણ વાદળછાયું રહેશે.

ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal Rain)

કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ અથવા છાંટા પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં વરસાદ સાથે ગાજવી-વીજળીની પણ શક્યતા છે.વરસાદનું વિસ્તરણ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, સુરત, ભરુચ, નર્મદા અને તાપી જિલ્લામાં હળવો વરસાદ કે છાંટાની આગાહી છે. આ માવઠાને (Unseasonal Rain) કારણે વાતાવરણમાં બદલાવ આવશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે.

ગુજરાતમાં હાલનું તાપમાન  

શહેરો

તાપમાન

અમદાવાદ 39.5°C
રાજકોટ 39.8°C
વડોદરા 39.2°C
સુરત 39.3°C
ડીસા 39°C
ગાંધીનગર 38°C
ભુજ 38.4°C
સુરેન્દ્રનગર 38.8°C

ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 41°C આસપાસ નોંધાઈ રહ્યું છે. બનાસકાંઠાના ડીસામાં સોમવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે મંગળવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમી તીવ્ર છે. આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર રહેશે.માર્ચ મહિનામાં સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ તાપમાન નોંધાતાં લોકો આકરા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. હજુ તો માર્ચની શરૂઆત છે, ત્યારે એપ્રિલ-મેમાં કેવી સ્થિતિ આવશે તેની ચિંતા વ્યાપી છે.


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી