Vadodara News/ વડોદરામાં કોમર્શિયલ સિલિન્ડરની અછતથી અનેક હોટલ-રેસ્ટોરન્ટના ઉદ્યોગ ઠપ્પ થવાના આરે

વડોદરા (Vadodara) માં મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે કોમર્શિયલ LPG ગેસ પુરવઠાની અછત સર્જાઈ છે. હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સિલિન્ડર માટે એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Commercial Gas Crisis

Vadodara Commercial Gas Crisis: મધ્ય પૂર્વમાં (મિડલ ઈસ્ટ) છેડાયેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાતા વડોદરા શહેરમાં ગેસ પુરવઠાને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઘરેલુ ગેસની તંગીની સાથે હવે કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર મેળવવામાં પણ ભારે અછત સર્જાઈ છે. જેના કારણે શહેરના હજારો હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

એજન્સીઓ પાસે લાઈનો, છતાં ખાલી હાથ

વડોદરાના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો અત્યારે ગેસ સિલિન્ડર મેળવવા માટે એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. અનેક સંચાલકોનું કહેવું છે કે બુકિંગ કરાવ્યાના લાંબા સમય પછી પણ ડિલિવરી મળતી નથી. એજન્સીઓ પાસે સિલિન્ડરનો જથ્થો જ મર્યાદિત હોવાથી તેઓ પણ લાચાર જણાઈ રહ્યા છે.

Vadodara Commercial Gas Crisis

Vadodaraમાં હોટલો બંધ થવાની ભીતિ

ગેસ પુરવઠો નિયમિત ન મળવાને કારણે હાલમાં અનેક નાની-મોટી હોટલો અને ફૂડ કોર્ટ્સ બંધ થવાના આરે પહોંચી ગયા છે. ગેસની અછતને લીધે રસોડામાં કામગીરી વારંવાર અટકી રહી છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડી રહી છે અને ગ્રાહકોને ભોજન પીરસવામાં પણ ઘણો વિલંબ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે હોટલ સંચાલકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે અને તેમને કર્મચારીઓના પગાર તેમજ મિલકતના ભાડા કાઢવા પણ મુશ્કેલ બની રહ્યા છે. બીજી તરફ, આ અછતનો ગેરલાભ લઈને કેટલાક તત્વો દ્વારા કોમર્શિયલ ગેસના બાટલા ઊંચા ભાવે વેચીને કાળાબજારી કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.

સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર

જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે, તો હોટલ સંચાલકો ખાણી-પીણીના ભાવમાં વધારો કરે તેવી પૂરી શક્યતા છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ક્રૂડ અને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો વધતા તેની અસર છેક વડોદરાના સ્થાનિક બજાર સુધી પહોંચી છે.

સામાજિક કાર્યકરો અને વેપારી સંગઠનોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકોની રોજીરોટી બચાવવા માટે ગેસના પુરવઠાનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે.


આ પણ વાંચો: ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!

આ પણ વાંચો: સરકારે LPG સિલિન્ડરોના સંગ્રહને રોકવા માટે ESMA કર્યો લાગુ  

આ પણ વાંચો: LPG સિલિન્ડર મોંઘા, ઘરેલુ સિલિન્ડરમાં ₹60, કોમર્શિયલમાં ₹115નો વધારો,આજથી નવા દર લાગુ