Gandhinagar News: ગુજરાતમાં નર્સોની ભરતી મુદ્દે ચાલી રહેલા આક્ષેપોને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Prafull Pansheriya)એ સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય સરકારે કુલ 1903 નર્સોની ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત પ્રક્રિયા દ્વારા કરી છે.
મંત્રીના જણાવ્યા અનુસાર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે મેરિટ લિસ્ટ જાહેર અને દરેક માટે ઉપલબ્ધ રહે છે. તેથી ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિની શક્યતા નથી.
લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ: Prafull Pansheriya
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (Prafull Pansheriya)એ વધુમાં જણાવ્યું કે ‘શિવાની’ નામની એક વ્યક્તિએ ખોટો ઓર્ડર બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ મામલે રાજ્ય સરકારે ગંભીર નોંધ લઈને 14 માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંત્રીએ જણાવ્યું કે હવે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર સત્ય બહાર આવશે.
ખોટી માહિતી ફેલાવનાર સામે કડક કાર્યવાહી
મંત્રી પાનસેરિયા (Prafull Pansheriya)એ કહ્યું કે જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.
આ પણ વાંચો:ગુજરાતમાં સ્ટાફ નર્સ ભરતી પર પ્રશ્નચિહ્ન: ગેરરીતિના આક્ષેપો બાદ તપાસની માંગ તેજ
આ પણ વાંચો:નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં ગોલમાલની શંકા : આન્સર કીમાં જવાબોની ગોઠવણ?
