Hindu Nav Varsh 2083: ચૈત્ર શુક્લ પ્રતિપદાથી હિન્દુ નવ વર્ષ (Zodiac) વિક્રમ સંવત 2083 નો પ્રારંભ થઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષના ગ્રહ મંડળમાં દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ) ‘રાજા’ ના પદ પર બિરાજમાન છે, જ્યારે મંગળ દેવ ‘મંત્રી’ નું પદ સંભાળશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને મંગળ બંને મિત્ર ગ્રહો છે, પરંતુ જ્યારે આ બે પ્રચંડ ગ્રહો સત્તા સંભાળે છે ત્યારે કેટલીક રાશિઓ માટે તે પડકારજનક સાબિત થઈ શકે છે. ખાસ કરીને મેષ અને સિંહ રાશિના જાતકોએ આ વર્ષે સાવધ રહેવાની જરૂર છે. હિન્દુ નવ વર્ષ 2026 ના પ્રભાવ અને રાશિ ભવિષ્યની મુખ્ય વિગતો.
રાજા ગુરુ અને મંત્રી મંગળનું શાસન
જ્યારે ગુરુ રાજા હોય ત્યારે દેશ અને દુનિયામાં ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ થાય છે, પરંતુ મંગળ મંત્રી હોવાને કારણે સત્તા અને વહીવટમાં કડકાઈ જોવા મળે છે. આ સંયોજન અગ્નિ તત્વની રાશિઓ માટે થોડું ભારે પડી શકે છે. વર્ષ દરમિયાન કુદરતી આફતો, અગ્નિ અકસ્માતો અને રાજકીય ઉથલપાથલની શક્યતાઓ પણ રહેલી છે.
મેષ રાશિ (Aries Zodiac) પર અસર:
મેષ રાશિનો (Zodiac) સ્વામી મંગળ પોતે મંત્રી હોવા છતાં, ગુરુ સાથેના તેના સમીકરણો મેષ રાશિના જાતકો માટે માનસિક તણાવ વધારી શકે છે.
મુશ્કેલીઓ: કાર્યક્ષેત્રમાં વિરોધીઓ સક્રિય થશે. અકારણ ક્રોધને કારણે બનેલા કામ બગડી શકે છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને રક્ત સંબંધિત બીમારીઓ કે ઈજા થવાની શક્યતા છે.
પારિવારિક સ્થિતિ: ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. નાણાકીય રોકાણ કરતા પહેલા દસ વાર વિચારવું.
સિંહ રાશિ પર અસર:
સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ ઉતાર-ચઢાવ વાળું રહેશે. રાજા ગુરુની દ્રષ્ટિ હોવા છતાં મંગળની કડકાઈ નડશે.
મુશ્કેલીઓ: સરકારી કામોમાં અવરોધ આવી શકે છે. જે લોકો રાજકારણ કે વહીવટી સેવા સાથે જોડાયેલા છે તેમને પદભ્રષ્ટ થવાનો કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ડર રહેશે.
આર્થિક સ્થિતિ: ખર્ચમાં અચાનક વધારો થશે, જેના કારણે બજેટ ખોરવાઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી.
અન્ય રાશિઓ પર મિશ્ર પ્રભાવ
વૃષભ, કન્યા અને મકર રાશિ (Zodiac) માટે આ વર્ષ આર્થિક રીતે લાભદાયી રહેશે. મિથુન, તુલા અને કુંભ રાશિના (Zodiac) જાતકોએ કરિયરમાં નવી તકો મળશે. ધન અને મીન રાશિના જાતકો માટે ગુરુ રાજા હોવાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે, પરંતુ મંગળને કારણે વાણી પર સંયમ રાખવો પડશે.
મુશ્કેલીઓથી બચવા માટેના ખાસ ઉપાયો
જો તમારી રાશિ (Zodiac0 )મેષ કે સિંહ છે, તો આ વર્ષે નીચે મુજબના ઉપાયો કરવાથી અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે:
ગુરુ માટે: દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને કેળાના ઝાડને જળ ચઢાવો. પીળા વસ્ત્રો કે ચણાની દાળનું દાન કરવું.
મંગળ માટે: દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને બજરંગબલીને સિંદૂર અર્પણ કરો. મંગળવારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે.
સામાન્ય ઉપાય: રોજ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવાથી તમામ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…


