New Delhi News/ પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે વાત

આ પહેલાં, વડાપ્રધાન મોદી(Pm Modi)એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી

Top Stories India
વડાપ્રધાન મોદી(Pm Modi)એ દેશના રાજકીય પક્ષોને અપીલ કરી કે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં દેશહિતને નુકસાન પહોંચાડે તેવી ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ

New Delhi News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના વૈશ્વિક પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી.

વડાપ્રધાન મોદી(Pm Modi)એ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે ભારત પ્રાદેશિક ઉર્જા માળખા પર થતા હુમલાઓની કડક નિંદા કરે છે. બંને નેતાઓએ સમુદ્રી માર્ગોની સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ, સાઉદી અરેબિયામાં રહેતા ભારતીયોના કલ્યાણ માટે મળતા સતત સમર્થન બદલ મોદીએ આભાર વ્યક્ત કર્યો.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ચર્ચા

આ પહેલાં, વડાપ્રધાન મોદી(Pm Modi)એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. આ ચર્ચામાં ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું અને સુરક્ષિત રાખવા પર ભાર મૂકાયો હતો.

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ આ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ વાતચીત હતી. હાલના યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી શિપિંગ વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે, જેના પરિણામે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઊભું થયું છે.

જાહેર સભામાં યુદ્ધનો ઉલ્લેખ

નોઈડામાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે યુદ્ધને એક મહિનો વીતી ગયો છે અને સમગ્ર વિશ્વ ચિંતામાં છે.

વડાપ્રધાન મોદી(Pm Modi)એ દેશના રાજકીય પક્ષોને અપીલ કરી કે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં દેશહિતને નુકસાન પહોંચાડે તેવી ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સરકારની દરેક નીતિ દેશના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

ઉર્જા અને આર્થિક અસર અંગે ચિંતા

મોદીએ જણાવ્યું કે યુદ્ધના કારણે ઘણા દેશોમાં ખાદ્ય પદાર્થો, ડીઝલ અને ખાતરોની અછત સર્જાઈ રહી છે. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ તેલ અને ગેસ આયાત કરતું દેશ હોવાથી સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે જેથી આ સંકટનો ભાર સામાન્ય નાગરિકો અને ખેડૂતો પર ન પડે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત પોતાના નાગરિકોની શક્તિના આધારે આ પડકારનો સામનો મજબૂત રીતે કરશે.


આ પણ વાંચો : પીએમ મોદી-ડોનાલ્ડ ટ્રમ્પ કોલમાં એલોન મસ્ક? વિદેશ મંત્રાલયે દાવા નકારી કાઢ્યા

આ પણ વાંચો : “શું આપણે ફરીથી બળદગાડા ચલાવશું?”મમતાનો મોદી સરકારને ટોંણો

આ પણ વાંચો : મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે આવતીકાલે પીએમ મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક