adventure travel/ નેનીતાલથી માત્ર 13 કિમી દૂર આવેલું છે પંગોટ, હિમાલયના નજારા અને ફોટોગ્રાફી માટે છે શ્રેષ્ઠ સ્થળ

જો તમે નેનીતાલ જવાનું વિચારી રહ્યા હોવ, તો તેની પાસે આવેલું Pangot હિલ સ્ટેશન જોવાનું ચૂકતા નહીં. પક્ષીઓની અસંખ્ય પ્રજાતિઓ અને હિમાલયના નજારા માટે જાણીતું પંગોટ પ્રકૃતિ પ્રેમીઓ માટે જન્નત છે.

Trending Tips & Tricks Lifestyle
Pangot

Pangot hill station Uttarakhand: ઉત્તરાખંડમાં આવેલું નેનીતાલ ભારતનું એક ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે, પરંતુ રજાઓના દિવસોમાં ત્યાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. જો તમે પહાડોની ઠંડક અને કુદરતી સૌંદર્યનો આનંદ લેવા માંગતા હોવ, પણ લોકોના કોલાહલથી દૂર રહેવા માંગતા હોવ, તો નેનીતાલની એકદમ નજીક આવેલું પંગોટ (Pangot) હિલ સ્ટેશન તમારા માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે. નેનીતાલથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે કોઈ જન્નતથી ઓછું નથી.

Pangot હિલ સ્ટેશન: એક નવો પ્રવાસન અનુભવ

પંગોટ (Pangot)ધીમે ધીમે પ્રવાસીઓમાં લોકપ્રિય થઈ રહ્યું છે. પહેલા આ સ્થળ વિશે બહુ ઓછા લોકો જાણતા હતા, પરંતુ હવે તેની શાંતિ અને સુંદરતાના કારણે અહીં માત્ર સ્થાનિક કે ભારતીય લોકો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ ખાસ મુલાકાતે આવે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ પર હોવાને કારણે અહીંનું વાતાવરણ આખું વર્ષ આહલાદક રહે છે.

Pangot

પક્ષીઓ અને ગાઢ જંગલોનું સામ્રાજ્ય

પંગોટને(Pangot) વિશ્વભરમાં ‘બર્ડ વોચર્સ’ (પક્ષી પ્રેમીઓ) માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીંના ઓક અને દેવદારના ગાઢ જંગલોમાં પક્ષીઓની સેંકડો દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

બર્ડ ફોટોગ્રાફી: જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય, તો અહીં તમને લેમરગિયર, બ્લુ-વિંગ્ડ મિન્લા અને સ્પોટેડ ફોર્કટેલ જેવા સુંદર પક્ષીઓ જોવા મળશે.

કુદરતી સંગીત: જંગલની વચ્ચે પક્ષીઓનો કલરવ મનને એક અલગ જ શાંતિ આપે છે. અહીં સવારે ઉઠતાની સાથે જ તમને પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળે છે જે તમારા દિવસને યાદગાર બનાવી દે છે.

Pangot

હિમાલયના અદભૂત અને મનોહર દ્રશ્યો

પંગોટ (Pangot) હિલ સ્ટેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંથી હિમાલય પર્વતમાળાના અત્યંત સ્પષ્ટ અને મનોહર દ્રશ્યો દેખાય છે.

બરફાચ્છાદિત પહાડો: બરફથી ઢંકાયેલા પહાડો અને આસપાસની હરિયાળી તમારો બધો જ સ્ટ્રેસ દૂર કરી દેશે.

શાંતિનો અનુભવ: આ હિલ સ્ટેશનની નેચરલ બ્યુટી મનને એક અનોખો સુકૂન પ્રદાન કરે છે. જો તમે તમારી ઓફિસની કે રોજિંદા જીવનની ભાગદોડથી થાકી ગયા હોવ, તો અહીં વીકેન્ડ વિતાવવાનો નિર્ણય તમારા માટે બેસ્ટ રહેશે.

કેવી રીતે પહોંચવું?

પંગોટ (Pangot) પહોંચવું ખૂબ જ સરળ છે. તમે નેનીતાલ સુધી પોતાની ગાડી કે ટેક્સી દ્વારા પહોંચી શકો છો અને ત્યાંથી માત્ર અડધા કલાકની ડ્રાઈવ બાદ પંગોટ આવી શકાય છે. રસ્તામાં આવતા સુંદર વળાંકો અને ઊંચા પહાડો તમારી મુસાફરીને વધુ રોમાંચક બનાવે છે.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

પંગોટની (Pangot) મુલાકાત લેવા માટે આખું વર્ષ અનુકૂળ છે, પરંતુ માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો સમય અહીંના કુદરતી નજારા માણવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિયાળામાં જો તમે નસીબદાર હોવ તો અહીં હિમવર્ષાનો આનંદ પણ માણી શકો છો.


આ પણ વાંચો:એક જ સ્થળેથી સૂર્યોદય અને સૂર્યાસ્ત! કન્યાકુમારીનો આ જાદુઈ નજારો જોવા જેવો છે, જાણો ટ્રિપ પ્લાન કરવાની વિગતો

આ પણ વાંચો:ભીડભાડથી દૂર શાંતિની શોધમાં છો? ઋષિકેશથી લઈને જીરો વેલી સુધી, આ જગ્યાઓ સોલો ટ્રાવેલર્સ માટે છે બેસ્ટ

આ પણ વાંચો:  મે મહિનામાં પણ બરફનો આનંદ લેવો છે? દિલ્હીની નજીક આવેલા આ 5 હિલ સ્ટેશનની આજે જ કરો મુલાકાત