Gandhinagar News/ ભાજપ સરકાર હર હંમેશ ખેડૂતોના પડખે છે : જીતુ વાઘાણી

Gandhinagar News : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતો(Farmers)ના હિતને વરેલી સરકારે ખેડૂતોના પ્રશ્નો માટે સતત ચિંતિત છે અને એના માટે હકારાત્મક અભિગમ સાથે કાયમ ખેડૂતોના પડખે ઉભી છે અને ઉભી રહેશે જ એટલે ખેડૂતો એ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી. મંત્રી વાઘાણી એ આજે ભારતીય કિસાન સંઘ અને કિસાન મોર્ચા સાથે […]

Gujarat Gandhinagar
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતો(Farmers)ના હિતને વરેલી સરકારે ખેડૂતોના પ્રશ્નો માટે સતત ચિંતિત છે

Gandhinagar News : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતો(Farmers)ના હિતને વરેલી સરકારે ખેડૂતોના પ્રશ્નો માટે સતત ચિંતિત છે અને એના માટે હકારાત્મક અભિગમ સાથે કાયમ ખેડૂતોના પડખે ઉભી છે અને ઉભી રહેશે જ એટલે ખેડૂતો એ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.

મંત્રી વાઘાણી એ આજે ભારતીય કિસાન સંઘ અને કિસાન મોર્ચા સાથે પરામર્શ કર્યા બાદ મિડીયાના મિત્રોને વિગતો આપતા કહ્યુ કે, ખેડૂતોના જે કંઈ પણ પ્રશ્નો હોય એ સંદર્ભે કિસાન સંઘ દ્વારા હર હંમેશ અમારૂ ધ્યાન દોરવામાં આવે છે અને સરકાર કાયમ માટે આ પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સતત પ્રયત્નો કર્યા છે અને કરતી રહેશે, તેમણે કહ્યું કે, કિસાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મારા સહિત ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી  અર્જુન મોઢવાડીયા સહિત અન્ય પદાધિકારીઓની સમિતિ રચી છે જે નિયમિત રીતે કિસાન સંઘ સાથે બેઠકો યોજીને પરામર્શ કરે છે અને તેઓ મુખ્યમંત્રીને પણ મળીને પરામર્શ કરતા હોય છે. મુખ્યમંત્રીના દિશા નિર્દેશાનુસાર રાજય સરકારે અનેક વિધ હકારાત્મક નિર્ણયો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરશે એમાં કોઈ ચિંતાનુ કારણ નથી.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ ખેડૂતોના કલ્યાણ માટે અવિરતપણે કામ કરતું આવ્યું છે. કિસાન સંઘની રજૂઆત-મુદાઓ સંદર્ભે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં હંમેશા નિર્ણયો કર્યા છે. કિસાન સંઘના પ્રમુખ , મંત્રી અને સમગ્ર ટીમ અજમલભાઈ, આર.કે પટેલ અને તેમની ટીમ દ્વારા સતત રાજ્ય સરકાર સાથે ખેડૂતોના હિતમાં ચર્ચા-વિચારણાઓ થતી હોય છે.

મંત્રીએ કહ્યું હતું કે, અગાઉ પણ કિસાન સંઘના જે મુદ્દાઓ હતા તે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા બનાવેલી કમિટીમાં મારા સાથે મંત્રી  ઋષિકેશ પટેલ તેમજ મંત્રી  અર્જુન મોઢવાડિયાની સાથે બેઠકો કરીને કેટલાક મુદ્દાઓ નક્કી કર્યા હતા. આ કમિટીમાં ખેડૂતોના પ્રશ્ર્નો અંગે ચર્ચા થઇ હતી જેમાં વડીલોપાર્જીત મિલ્કતમાં આડીલીટીના વારસદારોને સ્ટેમ્પ ડયૂટીમાંથી મુકિત આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્વ પટેલની સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ કિસાન સંઘના આગેવાનો સાથે મુલાકાત થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશથી ખેડૂતો માટેના મહત્વના નિર્ણયો રાજ્ય સરકારે સત્વરે કર્યા છે અને ભવિષ્યમાં પણ કરવા જઈ રહી છે.

મંત્રીએ કહ્યું હતું કે, કિસાન સંઘની માંગણી મુજબ સુજલામ-સુફલામ યોજનાની અંદર સૌની યોજના અંતર્ગત જે પ્રકારે ગામના તળાવો ભરીને હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ વડાપ્રધાનશ્રી મોદીએ કર્યું છે અને જે પ્રકારે ખેડૂતોની માંગણી આવે તે મુજબ રાજ્ય સરકારે ચેક ડેમો, તળાવો, મોટા ડેમો પણ ભર્યા છે. જેમાં લગભગ 07 કિ.મી સુધી એ તળાવો અને ડેમો તબક્કાવાર ભરાશે. જેના પરિણામે પાણીના તળ ઊંચા આવે, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેમજ નાગરિકોને પીવાનું પાણી મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના દ્વારા પાઇપલાઇન થકી વધુમાં વધુ તળાવ ભરાય એવી યોજના બનાવવી તેમજ હાઈ કંટ્રોલ કેનાલને આગળ વધારવા માટે રાજય સરકારે સહમતિ આપી છે.

ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતો(Farmers)ને પાણીની બચત થાય છે અને ખેડૂતો ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવે છે. આ યોજનામાં સબસીડી વધારવાની આ રજુઆતને રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સબસીડી વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં રાજ્ય સરકાર કરવા જઈ રહી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેક્ટર અને ટ્રોલી માટે ખેડૂતોને પાસિંગ કરાવવા આર.ટી.ઓમાં એક સમસ્યા આવતી હતી. તેના નિરાકરણ માટે કિસાન સંઘ સાથે બેઠક કરીને ખેડૂતો(Farmers)ને પડતી મુશ્કેલીમાં ટ્રેકટર ટોલીને પ વર્ષ સુધી આર.ટી.ઓ. પાર્સીંગમાંથી મુકિત આપવા રાજય સરકારે સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આ ઉપરાંત વીજ ટાવરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ અને જમીનનું યોગ્ય વળતર ચુકવવા માટે સરકાર આગામી સમયમાં યોગ્ય પોલીસી બનાવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 1999થી રાસાયણિક ખાતર વિતરણની જે વ્યવસ્થાઓ હતી. તેમાં જરૂરીયાતના આધારે આમારી સરકારે વ્યવસ્થામાં સુધારો કરીને ખેડૂતલક્ષી નવી પોલીસી બનાવીને આ વ્યવસ્થા વધુ સરળ બને તે માટે પ્રયાસો કરવામાં આવશે.

ખેડૂતો(Farmers)ના ખેતરમાં ઉભા પાકને જંગલી પશુઓથી થતા નુકશાનને અટકાવવા અમારી સરકારે ખેતરમાં ફેન્સીંગ બનાવવાની યોજના અમલી બનાવી છે. જેમાં ભારતીય કિસાન સંઘની રજૂઆત સંદર્ભે ર હેકટર જમીન ધરાવતા નાના અને શ્રીમાંત ખેડૂતો તાર ફેન્સીંગની સબસીડીનો લાભ લઇ શકે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે. આ ઉપરાંત કિસાન સંઘની રજુઆતને ધ્યાને લઈને એક હેક્ટર સુધીની મર્યાદામાં આ તાર-ફેન્સિંગ કરવાનો નિર્ણય કૃષિ વિભાગે લે છે. જેમાં રનિંગ ફૂટ 200 રૂપિયા આપતા હતા એના બદલે હવે રનિંગ ફૂટ રૂ.300 રૂપિયા મંજૂર કરવા મુખ્યમંત્રીએ સુચના આપી છે. વધુમાં દેશી બીજ અને દેશી કપાસના વાવેતરને વધુમાં વધુ વેગ મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે.

વધુમાં મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં જે ખાનગી કૃષિ કોલેજો છે, તેમાં આઈ. આઇ.સી.આરના નિયમોનું કડકમાં કડક પાલન રાજય સરકાર દ્વારા કરાવવામાં આવશે. આ નિયમોનું પાલન કરાવવા માટે  નિતીન સાંગવાનના અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. જે ખાનગી કૃષિ કોલેજોમાંથી જે વિદ્યાર્થી ભણીને નીકળે છે, તે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જરૂરી છે. ખાનગી કૃષિ કોલેજોને આઈ.સી.આરના નિયમોના પાલનની શરતે મંજુરી આપવામાં આવી છે. જે કોલેજો નિયમોનું પાલન નહિ કરે તેની એડમીશન પ્રક્રિયા રદ્દ કરવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું અટકશે. આ નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહિ તેમ મંત્રીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના 14 જેટલા સેટલમેન્ટના ગામોનો રેવેન્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લાના ગામોમાં ઇકોસેન્સીટિવ ઝોન એ પણ એક પ્રશ્ન રહેતો હોય છે, ત્યારે એમની મુશ્કેલીના નિવારણ માટે વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાની સાથે ખેડૂતના પ્રતિનિધિઓ, કિસાન સંઘ વગેરે સાથે ચર્ચા કરીને ખેડૂતને મુશ્કેલી ન થાય એમના માટે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવીને ખેડૂતો(Farmers)ના હિતમાં ચર્ચા કરશે.


આ પણ વાંચો : કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડુતોને રૂ. 2,430 કરોડની સહાય ચૂકવાઈ: જીતુ વાઘાણી

આ પણ વાંચો : બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો સાથે વેપારીઓ દ્વારા કડદો થતો હોવાના વીડિયો વાયરલ થતા યાર્ડમાં હલ્લા બોલ

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે, ૧૦ કલાક વીજળી અપાશે