Not Set/ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ચૂંટણીપંચ કરી શકે છે જાહેરાત

ગુજરાતમાં સાંજે પાંચ વાગે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ચૂંટણી પંચ આજે સાંજે 5 વાગ્યે અંતિમ મતદાર યાદી જાહેર કરશે. અંતિમ મતદાર યાદીની જાહેરાત બાદ, ચૂંટણી પંચ આવતીકાલ સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં, પ્રથમ તબક્કામાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને બીજા તબક્કામાં 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાવાની ધારણા છે.

અંતિમ મતદાર યાદી સાથે જ ચૂંટણીઓની જાહેરાત

રાજ્ય ચૂંટણી પંચ SIR પ્રક્રિયા પછી આજે અંતિમ મતદાર યાદી જાહેર કરશે. પંચ આજે સાંજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે સાંજે 5 વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી છે, જ્યાં સંપૂર્ણ સમયપત્રક જાહેર થઈ શકે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મનપા સંખ્યા
મહાનગરપાલિકા 15
નગરપાલિકા 84
જિલ્લા પંચાયત 34
તાલુકા પંચાયત 260

ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે મળીને ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી 

ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું સમયપત્રક નક્કી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંતિમ મતદાર યાદી જાહેર થયા પછી, આવતીકાલ સુધીમાં ચૂંટણીનું સમયપત્રક જાહેર થઈ શકે છે. દરમિયાન, રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે. ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં નિરીક્ષકો મોકલીને ‘સેન્સિંગ’ (મંતવ્યો એકત્રિત કરવા) ની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

2021માં મનપા કઇ મનપામાં કેટલા મતદાર
અમદાવાદ 46,24,592
સુરત 32,88,159
વડોદરા 14,46,212
રાજકોટ 10,93,991
જામનગર 04,88,996
ભાવનગર 05,24,917
કુલ 11,46,68,67

અગાઉ 23 જાન્યુઆરી 2021ના રોજ ચૂંટણીની જાહેરાત થઈ હતી

2021માં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો 23 જાન્યુઆરી, 2021 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓનું સમયપત્રક 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયું હતું.

2021માં કઇ જિલ્લા પંચાયતમાં કેટલા મતદાર

જિલ્લા પંચાયત મતદાર
અમદાવાદ 8,38,236
અમરેલી 9,38,663
આણંદ 12,15,739
અરવલ્લી 7,35,962
ભાવનગર 9,04.408
ભરૂચ 11,57,973
બોટાદ 2,50,573
છોટાઉદેપુર 7,62,156
દાહોદ 13,41,535
દેવભૂમિ દ્વારકા 04,00,598
ગાંધીનગર 07,12,943
ગીર સોમનાથ 07,00,127
જામનગર 05,43,051
જૂનાગઢ 07,74,939
કચ્છ 10,75,380
મહેસાણા 12,97,069
મહીસાગર 06,76,771
મોરબી 05,41,556
નર્મદા 04,14,612
નવસારી 07,77,074
પંચમહાલ 08,94,178
પાટણ 08,86,610
પોરબંદર 02,39,824
રાજકોટ 09,60,070
સાબરકાંઠા 09,12,903
સુરત 09,14,358
સુરેન્દ્રનગર 08,08,286
તાપી 05,85,421
ડાંગ 01,64,186
વડોદરા 09,61,830
વલસાડ 09,51,676
કુલ 2,43,39,017

જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓનું સમયપત્રક પાંચ માર્ચે પૂર્ણ થયું હતું. આ વખતે, SIR પૂર્ણ થઈ ગયું હોવા છતાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત પૂરી થવા છતાં ચૂંટણીઓ સમયસર થઈ શકી ન હોવાથી વહીવટદારની નિમણૂક કરવી પડી છે.

અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ

રાજકીય પક્ષ 2021 સીટ 2015 બેઠક
ભાજપ 159 143
કોંગ્રેસ 25 48
આમ આદમી પાર્ટી 00 0
અન્ય પક્ષ 08 1
કુલ 192 192

વડોદરા મહાનગરપાલિકાનું પરિણામ

રાજકીય પક્ષ 2021 સીટ 2015 બેઠક
ભાજપ 69 58
કોંગ્રેસ 07 14
આમ આદમી પાર્ટી 0 00
અન્ય પક્ષ 0 04
કુલ 76 76

સુરત મહાનગરપાલિકાનું પરિણામ

રાજકીય પક્ષ 2021 સીટ 2015 બેઠક
ભાજપ 93 80
કોંગ્રેસ 00 36
આમ આદમી પાર્ટી 27 00
અન્ય પક્ષ 00 00
કુલ 120 116

રાજકોટ મહાનગરપાલિકાનું પરિણામ

રાજકીય પક્ષ 2021 સીટ 2015 બેઠક
ભાજપ 68 38
કોંગ્રેસ 04 34
આમ આદમી પાર્ટી 00 00
અન્ય પક્ષ 00 00
કુલ 72 72

ભાવનગર મહાનગરપાલિકાનું પરિણામ

રાજકીય પક્ષ 2021 સીટ 2015 બેઠક
ભાજપ 44 34
કોંગ્રેસ 08 18
આમ આદમી પાર્ટી 00 00
અન્ય પક્ષ 00 00
કુલ 52 52

જામનગર મહાનગરપાલિકાનું પરિણામ

રાજકીય પક્ષ 2021 સીટ 2015 બેઠક
ભાજપ 50 38
કોંગ્રેસ 11 24
બસપા 03 02
આમ આદમી પાર્ટી 00 00
કુલ 64 64

આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, જામનગર મહાનગર પાલિકામાં શાસક પક્ષનો ભગવો લહેરાયો હતો. હવે શાસક પક્ષને આ જ દેખાવનું વધારે સારું પુનરાવર્તન કરવાની આશા છે તો વિપક્ષની એન્ટી ઇન્કમબન્સી એટલે કે શાસનવિરોધી લહેરનો ફાયદો મળશે તેવી આશા છે.


આ પણ વાંચો: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો: ભરૂચમાં શાસક પક્ષની વિપક્ષના કાંગરા ખેરવવા કવાયત, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા