Not Set/ જૂનાગઢ વોર્ડ નંબર-3માં ભાજપના નગરસેવકનું સભ્યપદ રદ

જૂનાગઢ વોર્ડ નંબર-3માં ભાજપના નગરસેવકનું સભ્યપદ રદ થયું છે. ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ કમળના નિશાન પર જીત મેળવી હતી. હવે અબ્બાસ ઇબ્રાહિમભાઈ કુરેશીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢ વોર્ડ નંબર-3માં ભાજપના નગરસેવકનું સભ્યપદ રદ થયું છે. ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ કમળના નિશાન પર જીત મેળવી હતી. હવે અબ્બાસ ઇબ્રાહિમભાઈ કુરેશીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સતત ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. મનપા કમિશ્નરે આ નિર્ણય લીધો છે.

જીપીએમસી એક્ટ કલમ 11 અને 15 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અબ્બાસ કુરેશી હાલમાં ગુજસીટોક કેસમાં જેલમાં છે. ચૂંટણીપંચને મનપા કમિશ્નરે આ અંગે જાણ કરી છે. આગામી છ મહિનામાં એક બેઠકની ચૂંટણી આવે તેમ માનવામાં આવે છે.

ગુજરાત ભાજપમાં હાલમાં ચૂંટણીને લઈને તેજ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ પગલું જૂનાગઢમાં ભાજપને મોટો ફટકો આપી શકે છે. રાજ્યની બીજી નગરપાલિકાઓની જેમ જૂનાગઢમાં પણ ચૂંટણી લડવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. તે સમયે શાસક પક્ષ માટે કોઈ સભ્ય આ રીતે સસ્પેન્ડ થવો આંચકાજનક સમાચાર છે. સામાન્ય રીતે વિપક્ષના સભ્ય ગેરહાજર રહેતા હોય છે અને તેમના સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે, શાસકપક્ષ સાથે આવું થાય તેવું બહુ ઓછું બનતું હોય છે.

પણ કોર્પોરેટર ગુજસીટોક હેઠળ જેલમાં જ હોવાના કારણે હાજરી જ આપી શક્યા નથી. તેથી સળંગ ત્રણ બેઠકમાં હાજર ન રહેવાના કારણે તેમનું કોર્પોરેટ તરીકેનું સભ્યપદ નિયમ મુજબ રદ કરવામાં આવ્યું હતુ. હવે આ ઘટના પાછળ કોઈ રાજકારણ છે કે નહીં તેની તો પછી જ ખબર પડશે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ

આ પણ વાંચો:ઉમરેઠની પેટાચૂંટણીમા ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વચ્ચે જંગ

આ પણ વાંચો:“2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી