Where is Mojtaba Khamenei?: ઈરાનના રાજકારણ અને સત્તાના કેન્દ્રમાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મુજ્તબા ખામેનેઈ (Khamenei) અત્યારે બેભાન (Unconscious) હોવાનું જાણવા મળ્યું છે. ‘ધ ટાઈમ્સ’ ના એક રિપોર્ટ મુજબ, 56 વર્ષીય મુજ્તબા ખામેનેઈ ગંભીર રીતે બીમાર છે અને ઈરાનના પવિત્ર શહેર કોમ (Qom) માં તેમની સારવાર ચાલી રહી છે.
હુમલામાં Khamenei થયા હતા ગંભીર રીતે ઘાયલ
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મુજ્તબા ખામેનેઈ ઘાયલ થયા હતા. આ જ હુમલામાં તેમના પિતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. ત્યારથી મુજ્તબા સાર્વજનિક રીતે ક્યાંય જોવા મળ્યા નથી. રિપોર્ટ મુજબ, અમેરિકી અને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ પાસે એવી માહિતી છે કે તેમની હાલત અત્યંત નાજુક છે.
સત્તાના નિર્ણયો લેવામાં અસમર્થ
મુજ્તબા ખામેનેઈ (Khamenei) માર્ચ મહિનાની શરૂઆતમાં જ સત્તા સંભાળી હતી, પરંતુ તેઓ હજુ સુધી જનતા સામે આવ્યા નથી. ઈરાની સરકારી ટેલિવિઝન પર તેમના નામે અનેક નિવેદનો વાંચવામાં આવે છે, પરંતુ તેમની અસલી અવાજ કે વીડિયો ક્યાંય જોવા મળ્યો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ શાસન સાથે જોડાયેલા કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાની સ્થિતિમાં નથી.
AI વીડિયો અને રહસ્યમય સ્થિતિ
ઈરાની સત્તાવાળાઓએ સોમવારે મુજ્તબા ખામેનેઈ (Khamenei) નો એક AI-જનરેટેડ વીડિયો જારી કર્યો હતો, જેમાં તેમને વોર રૂમમાં ઈઝરાયેલના પરમાણુ પ્લાન્ટના નકશાનું વિશ્લેષણ કરતા બતાવ્યા છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે અસલી સ્થિતિ છુપાવવા માટે આ વીડિયોનો સહારો લેવામાં આવ્યો છે.
કોમમાં મકબરાની તૈયારીઓ?
અમેરિકી રિપોર્ટ અનુસાર, ઈરાનના કોમ શહેરમાં એક વિશાળ મકબરો બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મકબરો એકથી વધુ લોકો માટે તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની ગુપ્ત માહિતી મળી છે. જે સંકેત આપે છે કે અલી ખામેનેઈની સાથે મુજ્તબાને પણ ત્યાં દફનાવવાની તૈયારીઓ હોઈ શકે છે. જોકે, હજુ સુધી તેહરાન કે વોશિંગ્ટન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન

