Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આમ આદમી પાર્ટીના સુરત ખાતેના આગેવાન અને 500 જેટલા કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરત આમ આદમી પાર્ટીના નીતા બલદાણીયા અને પંકજ સરખેદીયા જેવા આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વિતરણમાં સાઇડલાઇન કરવામાં આવતા આ આગેવાનો સહિત તેમના સમર્થકોએ આપને અલવિદા કહ્યુ હતુ. તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

આ ઘટના બતાવે છે કે સુરતમાં આમ આદમી પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ટિકિટ વહેંચણીને લઈને જ કેટલો અસંતોષ છે. એક સમય હતો જ્યારે સુરતને આમ આદમી પાર્ટીનો ગઢ માનવામાં આવતો હતો. સુરતમાં તેના કોર્પોરેટર કોંગ્રેસ કરતાં પણ વધારે હતા. આજે તે જ આમ આદમી પાર્ટી એક પછી એક કોર્પોરેટર ગુમાવવાની સાથે-સાથે તેના કાર્યકરોનો પણ વિશ્વાસ ગુમાવવા માંડી છે.

જો કે આમ આદમી પાર્ટીના આગેવાનોનું તો કહેવું છે કે ચૂંટણી સમયે પક્ષમાં આયારામ ગયારામની સીઝન ચાલતી હોય છે. પક્ષમાંથી કાર્યકરો જાય છે અને આવે પણ છે. આવું દરેક ચૂંટણી વખતે જોવા મળે છે. તેથી આ વખતની ચૂંટણી પણ કંઈ નવી નથી. રાજકીય પક્ષો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો દરેક ચૂંટણી વખતે કરવો પડતો હોય છે. આમ આદમી પાર્ટી સાથે કંઈ આ પ્રકારની ઘટના પહેલી વખત બની નથી અને છેલ્લી વખતની પણ નહીં હોય. દરેકથી આગળ પક્ષ અને તેની વિચારધારા મુખ્ય છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર