Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વાપી મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર

ભાજપે વાપી મહાનગરપાલિકા માટે તેના ઉમેદવાર જાહેર કર્યા છે. તેણે કુલ 13 વોર્ડ માટે 52 ઉમેદવાર જાહેર કર્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Vapi News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં વાપી મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કુલ 13 વોર્ડના 52 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભમાં અગાઉ તાપી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય વ્યારા નગરપાલિકાના ઉમેદવાર પણ જાહેર કરાયા છે. તાપી જિલ્લા પંચાયતના 24, નિઝર તાલુકા પંચાયતના 16, ઉચ્છલ તાલુકા પંચાયતના 16, વાલોડ તાલુકા પંચાયતના 16, સોનગઢ તાલુકા પંચાયતના 18, વ્યારા તાલુકા પંચાયતના 20, કુકરમુડા તાલુકા પંચાયતના 16, ઉકાઈ તાલુકા પંચાયતના 16, વ્યારા નગરપાલિકાના સાત વોર્ડના 28 ઉમેદવારોના મની જાહેરાત કરવામાં આવી છે.

આ સંદર્ભમાં અગાઉ પંચમહાલ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કરવામાં આવી ચૂક્યા છે. છે. પંચમહાલ જિલ્લાના 38, ઘોઘંબા તાલુકાના 26, ગોધરા તાલુકા પંચાયતના 32, હાલોલ તાલુકા પંચાતના 24, જાંબુઘોડા તાલુકા પંચાયતના 16, કાલોલા તાલુકા પંચાયતના 24, મોરવાહડફ તાલુકા પંચાયતના 24, શહેરા તાલુકા પંચાયતના 28 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય ગોધરા નગરપાલિકાના 11 વોર્ટના 44 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે શહેરા નગરપાલિકાના સાત વોર્ડના 28 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

આ સંદર્ભમાં અગાઉ નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળની ચૂંટણી સંકલન સમિતિએ નર્મદા જિલ્લા પંચાયતના 21, તિલકવાડા તાલુકા પંચાયતના 16, ડેડિયાપાડા તાલુકા પંચાયતના 18, નાંદોદ તાલુકા પંચાયતના 17,  સાગબારા તાલુકા પંચાયતના 18, ગરુડેશ્વર તાલુકા પંચાયતના 16, ચીકદા તાલુકા પંચાયતના 16 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

આ સંદર્ભમાં અગાઉ ગાંધીનગર નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના 27, કલોલ તાલુકા પંચાયતના 22, માણસા તાલુકા પંચાયતના 26, દહેગામ તાલુકા પંચાયતના 28, કલોલ નગરપાલિકાના 11 વોર્ડના 44, દહેગામ નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

આના સંદર્ભમાં પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયતના 30, પાટણ તાલુકા પંચાયતના 20, ચાણસ્મા તાલુકા પંચાયતના 18, હારીજ તાલુકા પંચાયતના 15, રાધનપુર તાલુકા પંચાયતના 18, સમી તાલુકા પંચાયતના 18, સિદ્ધપુર તાલુકા પંચાયતના 21, સાંતલપુર તાલુકા પંચાયતના 18, સરસ્વતી તાલુકા પંચાયતના 24, શંખેશ્વર તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત પાટણ નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારોની, સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડના 36 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જયારે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર-બેના એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આવતીકાલે (11 એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આ અગાઉ ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતમાં 16, બાવળા તાલુકા પંચાયતમાં 18, માંડલ તાલુકા પંચાયતમાં 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતમાં 22, દસક્રોઈ તાલુકા પંચાયતમાં 28, દેત્રોજ તાલુકા પંચાયતમાં 16 અને સાંણદ તાલુકા પંચાયતમાં 24 ઉમેદવારો જાહેર કર્યા છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર