Gujarat Local Body Election 2026/ અમદાવાદ જિલ્લા પંચાયત માટે BJPની ઉમેદવારોની યાદી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ! અમદાવાદ જિલ્લા પંચાયત માટે ભાજપે (BJP) ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી…ટિકિટ ફાળવણીનો સસ્પેન્સ આખરે ખતમ! હવે જોવા જેવું રહેશે, કોને મળશે જીત અને કોણ રહેશે પાછળ? તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

Gujarat Top Stories Ahmedabad Breaking News
BJP

Breaking News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે. ટિકિટ ફાળવણીને લઈને ચાલી રહેલી લાંબી કવાયત અને સસ્પેન્સ વચ્ચે અમદાવાદ જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ (BJP)ની પ્રદેશ ચૂંટણી સમિતિમાં થયેલા લાંબા અને સઘન મંથન બાદ આખરે અમદાવાદ જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે.

અહીં જુઓ BJPની યાદી 

ત્રિપાંખિયો જંગ: અમદાવાદમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો

આ વખતે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની શક્યતા છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ની પરંપરાગત ટક્કર વચ્ચે હવે આમ આદમી પાર્ટી (AAP) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. ત્રણેય પક્ષો દ્વારા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવતા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

ચૂંટણી તૈયારી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ

ચૂંટણી પંચ દ્વારા અમદાવાદમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. BJP ઉમેદવારો ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી તેમજ વિવિધ પ્રાંત કચેરીઓએ પહોંચી રહ્યા છે. વહીવટી સુવિધા માટે એક જ બુથમાં ત્રણથી ચાર વોર્ડના ઉમેદવારો ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે.


આ પણ વાંચો:કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

આ પણ વાંચો:ભાજપમાં આંતરિક અસંતોષ, ચાંદખેડા કાર્યકરોનો વિરોધ

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વડોદરા મનપાના ઉમેદવાર જાહેર