Gandhinagar News/ રાજ્યમાં સેમિકન્ડક્ટરથી EV સુધીની મજબૂત ઈકોસિસ્ટમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં Semiconductors હબ બનવાની ગુજરાતની યાત્રાને વેગ મળશે

Gujarat Gandhinagar
ગુજરાત સેમિકન્ડક્ટર (Semiconductors)ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે

Gandhinagar News : વડાપ્રધાન  નરેન્દ્રમોદીની વિઝનરી લિડરશીપમાં ઈન્ડીયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહિને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે.

ગુજરાત સેમિકન્ડક્ટર (Semiconductors)ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે

ગુજરાત સેમિકન્ડક્ટર (Semiconductors)ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલના નેતૃત્વમાં તેને વધુ ગતિ આપવા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક એમ.ઓ.યુ. શુક્રવારે કરવામાં આવ્યા હતા.

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ભારતમાં તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને એલિજિયન્સ ગૃપના ચેરમેન  સીમોન લીના તથા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ  પી.ભારથીએ હસ્તાક્ષર કર્યા હતા.

આ એમ.ઓ.યુ. અન્વયે મેસર્સ એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ભારતમાં કામગીરી સ્થાપિત કરવા માંગતા ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગને મજબૂત બનાવશે.

આ માટે સાણંદ-ધોલેરામાં ઈન્ડો તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી રૂ. 1,000 કરોડથી વધુના વિદેશી સીધા પ્રસ્તાવિત મૂડી-રોકાણ (FDI)નો અને પાંચ વર્ષના સમયમાં લગભગ 12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે

આના પરિણામે સેમિકન્ડક્ટર(Semiconductors) અને તેના આનુષંગિક ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓને સેવા આપવા માટે તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ વધુ સુદ્રઢ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે.

આ એમ.ઓ.યુ. સાઈનિંગ અવસરે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાંત પાંડે, સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટર  નેહા કુમારી અને તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : PM મોદીની ગુજરાત મુલાકાત,આજે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ કરશે લોન્ચ

આ પણ વાંચો : PM મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો : સેમિકન્ડક્ટર હબ બનશે ગુજરાત! આયર્લેન્ડ સાથે ટેકનોલોજી અને એજ્યુકેશનમાં ભાગીદારી માટે ગાંધીનગરમાં મોટી બેઠક