Gujarat Local Body Election 2026/ કેશોદમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, 12 મહિલા કાર્યકરોએ આપ્યા રાજીનામાં

જૂનાગઢના કેશોદમાં ભાજપ (Keshod BJP)માં ટિકિટ મુદ્દે ભારે અસંતોષ ફાટી નીકળ્યો. 12 મહિલા કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપતા આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો.

Gujarat Top Stories Others Breaking News
Keshod BJPમાં બળવો, 12 મહિલા કાર્યકરોએ આપ્યા રાજીનામાં

Keshod News: કેશોદ શહેરમાં ભાજપ (Keshod BJP) સંગઠનમાં મોટો ભડકો જોવા મળ્યો છે. પાલિકા ચૂંટણી પહેલા જ પક્ષની અંદર અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે, જ્યાં 12 મહિલા કાર્યકરોએ સાગમટે રાજીનામાં આપી દીધા છે.

મહિલા કાર્યકરોનો હોબાળો, રાજીનામાંનો સિલસિલો

માહિતી મુજબ પૂર્વ નગર સેવિકા સહિત અનેક મહિલા કાર્યકરોમાં ટિકિટ વહેંચણી અને “આયાતી ઉમેદવાર” મુદ્દે ભારે અસંતોષ હતો. આ અસંતોષ એટલો વધ્યો કે મહિલાઓએ એકસાથે રાજીનામાં આપી વિરોધ નોંધાવ્યો.

ટિકિટ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ

સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષે લાંબા સમયથી સેવા આપતા કાર્યકરોને અવગણી બહારથી ઉમેદવારો લાવ્યા છે. જેના કારણે મૂળ કાર્યકરોમાં અસંતોષ અને નિરાશા ફેલાઈ છે.

પાલિકા ચૂંટણી પહેલા પડકાર

પાલિકા ચૂંટણી પહેલા આવી ઘટના ભાજપ (Keshod BJP) માટે મોટો પડકાર બની શકે છે. આંતરિક વિખવાદને કારણે ચૂંટણીમાં અસર થવાની શક્યતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.

Keshod BJP: સંગઠન પર પ્રશ્નચિહ્ન

આ સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત હોવાના દાવા પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. હવે પક્ષ નેતૃત્વ માટે અસંતોષ શાંત કરવો મહત્વપૂર્ણ બની ગયો છે.


આ પણ વાંચો:જૂનાગઢ AAP માં મોટું ભંગાણ, SC-ST સેલના પ્રમુખ ધીરૂ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા

આ પણ વાંચો:જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યાલયમાં બોલાચાલી, ટિકિટ મુદ્દે કાર્યકરોમાં અસંતોષ

આ પણ વાંચો:રાજકોટમાં ટિકિટ મુદ્દે ભાજપમાં અસંતોષ, મહિલા કાર્યકર ભાવુક