Gujarat Local Body Election 2026/ વિરમગામ ભાજપમાં ભડકોઃ યુવા નેતા જયેશભાઈ જાદવનું પક્ષમાંથી રાજીનામુ

વિરમગામ ભાજપમાં ભડકો થયો છે. પક્ષના યુવા નેતાએ રાજીનામુ આપ્યું છે અને આ સાથે તેના ભાજપ સાથેના 25 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Viramgam News: વિરમગામ ભાજપમાં યુવા નેતા જયેશભાઈ જાદવે પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. જયેશભાઈ જાદવે કોળી સમાજની અવગણનાના આક્ષેપ સાથે પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે જયેશભાઈ જાદવના ભાજપ સાથેના 25 વર્ષના સંબંધોનો અંત આવ્યો છે. તેમણે આપેલા રાજીનામાના પત્રમાં સ્થાનિક હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતાં નારાજગી જોવા મળી છે. વિરમગામ ભાજપમાં ખુલ્લેઆમ આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. આમ વિરમગામમાં ચૂંટણી ટાણે જ દિગ્ગજ નેતાની વિદાયથી ચકચાર મચી ગઈ છે. જયેશભાઈ જાદવના રાજીનામાથી વિરમગામના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જયેશભાઈએ પક્ષના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્ હોવાના આક્ષેપ પણ કર્યા છે. વિરમગામમાં ભાજપના ઉમેદવારો જાહેર થતાં ભારે વિરોધ થયો છે.

તેમાં પણ વિરમગામના વોર્ડ-7માં તો પક્ષના ઉમેદવારો સામે બોર્ડ લગાવાયા છે. અમારી પસંદગીના ઉમેદવાર નથી તેમ કહી રોષ ઠાલવ્યો છે. વોટ માંગવા ન આવવાની જનતાએ ખુલ્લી ચેતવણી આપી છે. કામિનીબેન મુનસરાના વિસ્તારમાં વિરોધનો મોટો વંટોળ જોવા મળ્યો છે. આમ વિરમગામ ભાજપમાં ટિકિટ ફાળવણી પછી આંતરિક ધોરણે ભડકો જોવા મળ્યો છે.

વિરમગામના લુહારકોડ વિસ્તારમાં બોર્ડ મૂકવામાં રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિકોમાં અસંતોષથી ભાજપની ચિંતામાં મોટો વધારો થયો છે. વિરમગામ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે પક્ષને હરીફ કરતાં અંદરથી વધુ ભય લાગી રહ્યો છે. હવે ભાજપમાં નારાજ કાર્યકરોને મનાવવા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઈ છે.


આ પણ વાંચો: ‘વોટ માંગવા આવ્યા તો ઘૂસવા નહીં દઈએ!’ વડોદરાના વોર્ડ-6 માં રહીશોનો રોષ

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: વડોદરામાં કરૂણ ઘટના, પુત્રવધુને કોંગ્રેસ ટિકિટ મળતાં સસરાનું હાર્ટ એટેકથી નિધન