IPL 2026 Match Summary: આઈપીએલની 20મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 18 રને હરાવીને આ સીઝનની ત્રીજી જીત નોંધાવી છે. આ જીત સાથે બેંગલુરુની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, આ જીત છતાં વિરાટ કોહલી (Virat Kohli)ની ઈજાએ ફેન્સ અને ટીમની ચિંતા વધારી દીધી છે. મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ કોહલી બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ માટે મેદાન પર ઉતરી શક્યો નહોતો.
Virat Kohliની ઈજા અને સાવચેતી:
વિરાટ કોહલી (Virat Kohli) એ મેચમાં 38 બોલમાં 50 રન ફટકાર્યા હતા, પરંતુ આ દરમિયાન તેને ઘૂંટીમાં (Ankle) ઈજા થઈ હતી. સાવચેતીના ભાગરૂપે તેને ફિલ્ડિંગ દરમિયાન મેદાનની બહાર રાખવામાં આવ્યો હતો અને તેના સ્થાને જેકબ બેથેલ મેદાન પર આવ્યો હતો. આઉટ થયા બાદ કોહલી ઘણો નિરાશ દેખાયો હતો અને ગુસ્સામાં હેલ્મેટ તેમજ ગ્લવ્સ ફેંકતા પણ જોવા મળ્યો હતો.
કેપ્ટન રજત પાટીદારનું નિવેદન:
મેચ બાદ પ્રેઝન્ટેશનમાં RCBના નવા કેપ્ટન રજત પાટીદારે કોહલીની ફિટનેસ અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું કે, “મને અત્યારે પૂરી જાણકારી નથી, પણ મને લાગે છે કે વિરાટ (Virat Kohli) અત્યારે ઠીક છે. મને વિશ્વાસ છે કે ચિંતાની કોઈ વાત નથી.” કોહલીને મેદાનની બહાર રાખવો એ માત્ર એક એહતિયાતી પગલું હતું.
વાનખેડેમાં જીતનો મંત્ર:
પાટીદારે વાનખેડેના ઐતિહાસિક મેદાન પરની જીતને ‘પ્યોર ટીમ એફર્ટ‘ ગણાવ્યો હતો. તેણે વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની ઓપનિંગ ભાગીદારી તેમજ અંતમાં ટિમ ડેવિડ સાથેના પોતાના કેમિયોને જીતનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. મુંબઈ જેવી મજબૂત ટીમ સામે તેના જ હોમ ગ્રાઉન્ડ પર મળેલી આ જીતથી આરસીબીનો આત્મવિશ્વાસ વધ્યો છે.
