Today Special/ આજે ખાલસા પંથનો સ્થાપના દિન…કૃષિ, સામાજીક ઐક્ય અને ધર્મના સંગમ સમાન ઉમંગનું પર્વ ‘બૈસાખી’..!

આ પર્વ શીખ સમુદાય માટે એક ઐતિહાસિક દિન છે કારણ કે, ‘બૈસાખી’ (Baisakhi 2026) દિવસે વર્ષ 1699માં ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી હતી…

Trending festival Lifestyle
Baisakhi 2026, પર્વ, શીખ ધર્મ, ગુરુદ્વારા, 14 એપ્રિલ 2026

Today Special: ‘બૈસાખી’ મુખ્યત્વે પંજાબ અને હરિયાણામાં એપ્રિલના મધ્ય ભાગમાં મનાવવામાં આવતો મુખ્ય કૃષિ ઉત્સવ છે, જે રવિ પાક થવાની ખુશીમાં મનાવવામાં આવે છે. આ તહેવાર (Baisakhi 2026) આ વર્ષે આજે એટલે કે, 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

Baisakhi 2026, પર્વ, શીખ ધર્મ, ગુરુદ્વારા, 14 એપ્રિલ 2026

આ પર્વ શીખ સમુદાય માટે એક ઐતિહાસિક મહત્વનો દિન છે કારણ કે, આ જ વિશેષ દિવસે વર્ષ 1699માં ગુરુ ગોવિંદ સિંહજી (Guru Gobind Singhji)એ ખાલસા પંથની સ્થાપના કરી હતી. એને નવ વર્ષના પ્રારંભ તરીકે પણ ઉજવવામાં આવે છે.

Baisakhi 2026, પર્વ, શીખ ધર્મ, ગુરુદ્વારા, 14 એપ્રિલ 2026

કૃષિ ઉત્સવ ‘બૈસાખી’ (Baisakhi 2026)

બૈસાખીને મેષ સંક્રાતિ પણ કહેવામાં આવે છે, આ પર્વ ભારતીય સમાજની સંસ્કૃતિ તથા પરંપરાઓ સાથે ગહનતાથી જોડાયેલું છે. આ દિવસ કૃષિ, સમાજ અને ધર્મ (Agriculture, Society and Religion)ના સંગમનું પ્રતીક છે. આ ખાસ દિવસે લોકો ખુશીઓ મનાવે છે અને સમૃદ્ધિની કામના કરે છે તેમજ સામાજીક એકતા (Unity)ને પ્રોત્સાહન આપે છે.

બૈસાખીની મહત્તા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસ નવા રવિ અર્થાત્ શિયાળુ પાકની લણણી (Winter Crop Harvesting)નો સમય ગણાય છે. આથી જ આ ખુશાલી અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.

ભારતીય સંસ્કૃતિના વૈવિધ્ય અને એકતાને પ્રદર્શિત કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. તો ચાલો જાણીએ, બૈસાખીનું સામાજીક અને ધાર્મિક મહત્વ શું છે એ વિશે….

Baisakhi 2026, પર્વ, શીખ ધર્મ, ગુરુદ્વારા, 14 એપ્રિલ 2026

બૈસાખીનું સાંસ્કૃતિક મહત્વ

આ એક સામૂહિક ઉત્સવ છે. સમાજના લોકો સાથે મળીને નૃત્ય, સંગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. પંજાબમાં ‘ભાંગડા’ અને ‘ગિદ્દા’ (Bhangra and Gidda) જેવા પારંપરિક નૃત્યો પણ કરવામાં આવે છે જે આનંદ ઉપરાંત, એકતા અને ભાઇચારાના પણ પ્રોત્સાહક હોય છે. એનાથી જીવનનું નવા ચક્રની ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવે છે.

પંજાબમાં આ દિવસે વિવિધ સ્થળોએ મેળાવડાનું આયોજન પણ કરવામાં આવે છે.

Baisakhi 2026, પર્વ, શીખ ધર્મ, ગુરુદ્વારા, 14 એપ્રિલ 2026

બૈસાખીનું ધાર્મિક મહત્વ

શીખ ધર્મ (Sikh Religion)માં બૈસાખીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે જ શીખ સમુદાયના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહજી દ્વારા ખાલસા પંથ (Khalsa Panth)ની સ્થાપના કરવામાં આવી હતી. આમ કરીને, એમણે વ્યક્તિગત અને જાતિગત ભેદભાવોને જ સમાપ્ત કરી દીધા હતા! આ પર્વ દુનિયાભરના તમામ શીખો માટે જીવનનો એક નવીન અધ્યાય, શરુઆત અને ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરવાનો ખાસ દિવસ હોય છે. આ એકતાનો સંદેશ છે.

Baisakhi 2026, પર્વ, શીખ ધર્મ, ગુરુદ્વારા, 14 એપ્રિલ 2026

શીખ લોકો આ દિવસે સૂર્ય પૂજા કરે છે અને દિવાળીની જેમ જ પોતાના ઘરની સાફસફાઇ અને સાજ-સજ્જા કરે છે. આ વિશેષ દિવસે અનેક પ્રકારના વ્યંજનો બનાવવામાં આવે છે અને રંગોળી બનાવીને આંગણું સજાવે છે. સવારમાં નાહીધોઇને તૈયાર થઇ શીખ લોકો ગુરુદ્વારા (Gurudwara)માં પ્રાર્થના કરવા જાય છે.

નિષ્કર્ષ એ છે કે, દુનિયાભરના તમામ શીખો માટે જીવનના એક નવીન અધ્યાય સમાન બૈસાખીનું પર્વ પરસ્પર ભાઈચારા અને નવીન આશાનો સંચાર છે.


આ પણ વાંચો: વિશ્વભરમાં આજે મનાવવામાં આવશે ‘ઈસ્ટર સન્ડે’…જાણીએ ગુડ ફ્રાઇડે પછી કેમ આવે છે આ પર્વ..!

આ પણ વાંચો: નવીન જીવન અને આત્મચિંતનનું પ્રતીક ‘પુથાન્ડુ’…આજે તમિલ નવ વર્ષ…’કન્ની કનાલ’ની પરંપરાનું વહન..!

આ પણ વાંચો: ‘બોહાગ બિહુ’ ઉત્સવ…આજે આસામનું મુખ્ય પર્વ…જાણો એની સાથે જોડાયેલી પરંપરાઓ વિશે…