Gujarat Local Body Election 2026/ અમદાવાદમાં કોંગ્રેસને ઝાટકોઃ વધુ બે ઉમેદવારોએ ફોર્મ પરત લીધા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે એક પછી એક ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં તેના બે ઉમેદવારોએ નામ પરત ખેંચી લેતા સન્નાટો વ્યાપી ગયો છે. આ બંને બેઠક બિનહરીફ થઈ ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો પાસેથી ફોર્મ પરત ખેંચાવવા જબરદસ્ત મથામણ જોવા મળી છે. ભાજપ 2021માં બિનહરીફ ઉમેદવારોનો આંકડો 239 પર હતો, તેને વટાવવા આતુર છે. તેનાથી ઓછા આંકડાને તે પોતાના માટે ચેતવણી તરીકે જોશે.

તેની સામે કોંગ્રેસ અને આદમી પાર્ટી તેમના ઉમેદવારોને ભાજપથી બચાવવા માટે વાડાબંધી કરી રહ્યા છે. કોંગ્રેસે તો મિશન અજ્ઞાત શરૂ કર્યુ છે. તેના હેઠળ 170 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાના છે. અમદાવાદમાં જ જોઈએ તો કોંગ્રેસના ઉમેદવાર રમીલાબેન ઠાકોરે અચાનક જ ફોર્મ પરત ખેંચ્યુ છે. આના પગલે સ્વાભાવિક રીતે ભાજપના રીટા ઠાકોર બિનહરીફ જાહેર થશે તે નિશ્ચિત થઈ ગયું છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. અમદાવાદમાં સરખેજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે તેની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે મેં સ્વેચ્છાએ ઉમેદવારી પરત ખેંચી છે. તેમણે તેના માટેના કોઈ કારણ આપ્યા ન હતા, પણ કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું છે કે વારિસ સૈયદે હવે કંઇક અલગ જ ખીચડી પકાવી લીધી છે. અગાઉ કોંગ્રેસમાંથી ભરત ભરવાડે ઉમેદવારી પરત ખેંચી હતી. આ સિવાય અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં પણ ઉમેદવાર હટી ગયા હતા.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર