Banaskantha News : વાવ-થરાદના સણાદર સ્થિત બનાસ ડેરી સંકુલ ખાતે બનાસ ડેરી અને GCMMF ના સંયુક્ત ઉપક્રમે ‘દૂધ દિન’ તથા ‘મહિલા જાગૃતિ કાર્યક્રમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Banaskanthaની મહિલાઓની પશુપાલન અને દૂધ ક્રાંતિ (Revolution)ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી
કાર્યક્રમમાં ઉપસ્થિત પશુપાલક માતા-બહેનોને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, Banaskanthaની મહિલાઓએ પશુપાલન અને દૂધ ક્રાંતિ (Revolution)ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કરીને માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરની બહેનોને પ્રેરણા પૂરી પાડી છે. તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે, બનાસ ડેરીના 36 લાખ સભાસદોમાંથી 11 લાખ જેટલી મહિલા દૂધ ઉત્પાદકો છે, જે આર્થિક સ્વાવલંબનનું જીવંત ઉદાહરણ છે.

સંઘવીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે સંસદમાં મહિલાઓ(Women) માટે ૩૩ ટકા અનામતની વાત કરવામાં આવી છે, તેની અમલવારી બનાસ ડેરીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 33 ટકા બહેનોને સ્થાન આપીને પહેલેથી જ કરી બતાવી છે.
રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરાવતા નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર ગાય માતાના સંરક્ષણ અને ગૌ-હત્યા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે મક્કમ છે.

આ અવસરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસની નારી શક્તિના પુરુષાર્થને બિરદાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે પોતાના સફળતાના અનુભવો સાથી પશુપાલકો સાથે શેર કર્યા હતા. આ પ્રસંગે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓ અને પશુપાલકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ડેરીના ડિરેક્ટરો, મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આવેલી પશુપાલક માતા-બહેનો ઉપસ્થિત રહી હતી.
