Gujarat Local Body Election 2026/ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમઃ આ વખતે ત્રિપાંખિયો જંગ

ગુજરાતમાં લગભગ ચાર દાયકા પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપક્ષીય જંગ જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટક્કરનો સામનો કરવો પડશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તેના પગલે 15 મનપામાં 37 સીટ બિનહરીફ થઈ છે. 15 મનપામાં 134 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. આ ઉપરાંત 34 જિલ્લા પંચાયતમાં કુલ 249 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે 84 નગરપાલિકામાં 803 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. આ ફોર્મ પરત ખેંચવાના આંકડા હજી પણ આવી રહ્યા હોવાથી હજી પણ આ આંકડો બદલાઈ શકે છે. 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતની કેટલી બેઠકો બિનહરીફ થઈ છે તેના અંગે સ્પષ્ટતા હજી સુધી થઈ નથી.

ગુજરાતમાં 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ કુલ 239 બેઠકો બિનહરીફ થઈ હતી. આ વખતે ભાજપની બિનહરીફ બેઠકોનો આંકડો પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માના દાવા મુજબ 700ને પણ વટાવી જઈ શકે તેમ છે. કેટલીય નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં શાસક પક્ષના સમજાવટના ચાલેલા દોરના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચ્યા હતા. આ વખતે ફોર્મ એટલી બધી સંખ્યામાં પરત ખેંચવામાં આવ્યા છે તેને જોઈને એમ જ લાગે કે જાણે ફોર્મ પરત ખેંચવાની સીઝન આવી ગઈ છે.

તેની સામે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શાસક પક્ષ પર ઉમેદવારોને ડરાવવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમા પણ કોંગ્રેસ તો તેના લગભગ 200થી પણ વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે, જેથી તેઓનું અપહરણ થતું બચાવી શકાય. તેમને દબાણથી બચાવી શકાય. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેના ઉમેદવારોને તોડવા માટે 20થી 30 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે, જે આક્ષેપોનો ભાજપે નકારી કાઢ્યા છે.

કોંગ્રેસના આક્ષેપની સામે ભાજપનો દાવો છે કે કોંગ્રેસ પાસે વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દા નથી. તેઓ શું સારા ઉમેદવારો પણ શોધી શકતા નથી કે જે દરેક પ્રલોભનો સામે સ્થર રહી શકે. વાસ્તવમાં કોંગ્રેસે ટિકિટ વહેંચણી સરખી કરી હોત તો આ સ્થિતિ આવી ન હોત. તેઓની સામે જે આવી રહ્યું છે તે તેમના જ કૃત્યો છે. તેમના જ પક્ષમાં એટલો અસંતોષ છે કે લોકો 25-25 વર્ષ પસાર કર્યા પછી કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ છે. છેક 1989 પછી એટલે કે લગભગ ચાર દાયકા પછી ગુજરાતમાં પહેલી જ વખત ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા