Kheda News/ ખેડા આરોગ્ય વિભાગમાં વધુ એક ભ્રષ્ટાચારનો વીડિયો! ડૉ. તેજસ પટેલ બાદ હવે નર્સના ઘટસ્ફોટથી ખળભળાટ,

Kheda જિલ્લા આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે લાંચ આપવાનો વીડિયો વાયરલ થયો છે. નર્સે 30 હજાર આપ્યા અને ઉચ્ચ અધિકારીઓના નામે 50 હજારની માગણી થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

Gujarat Top Stories Others
Kheda Health Department Corruption Video Viral

Kheda Health Department Corruption Video Viral: ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં ડૉ. તેજસ પટેલનો વીડિયો વાયરલ થયા બાદ હવે એક મહિલા નર્સનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નર્સ પોતાની બદલી અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓના નામે નાણાકીય વ્યવહાર થયો હોવાનો ખુલ્લો આક્ષેપ કરી રહી છે, જેનાથી સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

Kheda : બદલી રોકવા 30 હજારનો સોદો!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત વીડિયોમાં મહિલા નર્સ કબૂલાત કરી રહી છે કે તેણે પોતાની બદલી રોકવા માટે 30 હજાર રૂપિયા આપ્યા હતા. આટલું જ નહીં, વીડિયોમાં એવી પણ ચર્ચા સાંભળવા મળે છે કે જો આ મામલો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) સુધી પહોંચે, તો આ રકમ વધીને 50 હજાર રૂપિયા થઈ જશે. આ વાતચીત સૂચવે છે કે ભ્રષ્ટાચારના મૂળ છેક ઉચ્ચ સ્તર સુધી ફેલાયેલા હોઈ શકે છે.

વચેટિયા ‘હિતેષ’ની ભૂમિકા શંકાના દાયરામાં

વીડિયોમાં હિતેષ નામના એક વ્યક્તિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, બદલી રોકવા માટેના નાણાં આ હિતેષભાઈને સોંપવામાં આવ્યા હતા. સરકારી કચેરીઓમાં વહીવટ ચલાવવા માટે આવા વચેટિયાઓનો ઉપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શું આ હિતેષ કોઈ સરકારી કર્મચારી છે કે બહારનો વચેટિયો, તે તપાસનો વિષય છે.

આરોગ્ય વિભાગની છબી ખરડાઈ

એક તરફ સરકાર પારદર્શક વહીવટના દાવા કરે છે, ત્યારે ખેડામાં એક પછી એક સામે આવી રહેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓએ તંત્રની પોલ ખોલી નાખી છે. અગાઉના વીડિયો બાદ હવે આ નર્સના ખુલાસાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે કે શું બદલીઓનો આખો વહીવટ રેટ કાર્ડ મુજબ ચાલે છે અને ઉચ્ચ અધિકારીઓના નામે ઉઘરાવવામાં આવતા નાણાંમાં ખરેખર કોની સંડોવણી છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું જવાબદાર અધિકારીઓ સામે ખરેખર કડક તપાસ હાથ ધરવામાં આવશે કે પછી આ આખો મામલો દર વખતની જેમ થાળે પાડી દેવાશે.

હાલમાં આ વીડિયો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અથવા ઉચ્ચ કક્ષાએથી આ મામલે તપાસના આદેશ અપાય તેવી પૂરેપૂરી શક્યતા છે


આ પણ વાંચો: ખેડા જિલ્લામાં ભાજપને ઝટકો,200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

આ પણ વાંચો:  ખેડાના પીજ ગામમાં જળ સંકટ, 4 દિવસથી પાણી ન મળતા ગ્રામજનોનો પંચાયત પર હલ્લાબોલ

આ પણ વાંચો: ખેડા-અમદાવાદ હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત