Business News/ હોર્મુઝમાં તણાવ વધતા તેલ મોંઘું થયું અને શેરબજાર ગગડ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ પર તોળાતું સંકટ

અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે Crude Oil ના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની સપાટી તરફ વધી રહ્યા છે. હોર્મુઝની ખાડીમાં નાકાબંધી અને ભારતીય શેરબજારમાં આવેલા કડાકા વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories Trending Business
Crude Oil

Global Crude Oil Crisis: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની અત્યંત નજીક પહોંચી ગઈ છે. આ ભાવવધારાનું મુખ્ય કારણ અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણામાં અનિશ્ચિતતા અને હોર્મુઝની ખાડી પર જહાજોની અવરજવર બંધ હોવાનું માનવામાં આવે છે.

Crude Oil ના આંકડા:

બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ: 0.82% વધીને 99.29 ડોલર પર પહોંચ્યો.

WTI ક્રૂડ: 1.15% વધીને 90.71 ડોલર પર પહોંચ્યો.

જોકે, ભારતીય બજારમાં MCX પર ક્રૂડ ઓઇલ (Crude Oil) ફ્યુચર્સમાં 1.46% નો ઘટાડો જોવા મળ્યો હતો.

હોર્મુઝ સ્ટ્રેટ પર શિપિંગ પ્રવૃત્તિ ઠપ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જ્યાં સુધી કોઈ ચોક્કસ સમજૂતી નહીં થાય ત્યાં સુધી નૌકાદળની નાકાબંધી યથાવત રહેશે. ટ્રમ્પના દાવા મુજબ, ઈરાન આર્થિક રીતે પડી ભાંગ્યું છે અને તેને દરરોજ 50 કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર છેલ્લા 24 કલાકમાં જહાજોની અવરજવર નહિવત નોંધાઈ છે, જેને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે.

ભારતીય શેરબજાર પર માઠી અસર

વૈશ્વિક અનિશ્ચિતતા અને તેલના વધતા ભાવને કારણે ભારતીય શેરબજારમાં રોકાણકારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે:

સેન્સેક્સ: આશરે 521 પોઈન્ટ ગગડીને 78,748 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટી: 128 પોઈન્ટના ઘટાડા સાથે 24,448 પર આવી ગયો હતો.

હોંગકોંગ અને સોલના એશિયન બજારો પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઓઈલના (Crude Oil) ભાવમાં થનારી આ વધઘટ ભારત જેવા દેશ માટે ચિંતાનો વિષય છે, કારણ કે તે મોંઘવારીમાં સીધો વધારો કરી શકે છે.


આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવ ઘટ્યા, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી ₹6000 સસ્તી, સોનામાં પણ ભારે ગાબડું

આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, MCX પર ચાંદી ₹4,700 તૂટી, સોનું પણ સસ્તું

આ પણ વાંચો:સોનાના ભાવમાં ₹3,350,ચાંદીના ભાવમાં ₹8,540નો વધારો,બજાર હજુ પણ અસ્થિર