Surat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો એકબીજાને પછાડવા આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે. દરેક રાજકી પક્ષના વડાઓ અને તેમના વરિષ્ઠ આગેવાનોએ ચૂંટણી પ્રચારની ધુરા પોતપોતાના હાથમાં લઈ લીધી છે. આ જ રીતે સીએમ ભુપેન્દ્ર પટેલે પણ હવે સુરતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની ધુરા પોતાના હાથમાં લીધી છે. આના પગલે તેઓ આજે સુરતમાં મોટાપાયા પર ચૂંટણી પ્રચાર કરવાના છે.
સીએમ ભુપેન્દ્ર પટેલનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે ભવ્ય રોડશો યોજાવવાનો છે. તેમા નાના વરાછાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાવવાનો છે. મનપાની ચૂંટણી સંદર્ભે પ્રચારન અને જનસમર્થન માટે આ રોડ શો યોજાવવાનો છે. આ ભવ્ય રોડ-શો દ્વારા સુરતમાં ભાજપની લોકપ્રિયતા કેટલી છે તે સંદેશો લોકોને આપવાનો પ્રયાસ કરવામાં આવશે. તેની સાથે વિપક્ષના પ્રચારમાં ગાબડા પાડી દેવામાં આવે તેવો ભવ્ય રોડ શો કરવામાં આવશે.
સીએમ ભુપેન્દ્ર પટેલ પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં રોડ શો યોજશે. આના દ્વારા તેઓ ફક્ત પાટીદારો જ નહીં બધાને સંદેશો આપશે. તેની સાથે ભાજપની તાકાતનો પણ અહેસાસ કરાવશે. આ ભવ્ય જનસમર્થન દ્વારા વિપક્ષમાં ગાબડા પાડવાનો તથા જનમતને શાસક પક્ષની તરફેણમાં ફેરવવાનો પણ વ્યૂહ છે. ભાજપે તેના માટે તૈયારીઓ પણ જબરદસ્ત કરી છે.
આમ પક્ષના એક પછી એક વરિષ્ઠ આગેવાનો મોરચા સંભાળી રહ્યા છે અને તેના કારણે રાજકીય પ્રચારમાં પણ ગરમી આવી ગઈ છે. શાસક પક્ષે જાણે વિપક્ષ પર કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું હોય તેવી સ્થિતિ છે. શાસક પક્ષના આક્રમક અંદાજને વિપક્ષ પણ જોઈ રહ્યો છે અને તેને પણ હવે આક્રમક વલણ અપનાવવાની ફરજ પડી છે.
