Surat News/ સુરતમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશી નરાધમે આચર્યું દુષ્કર્મ, માતાએ રંગેહાથ ઝડપ્યો

Suratના સારોલીમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના. પાડોશી મોજબ્બીર મોહમ્મદ હસામુદીને બાથરૂમમાં બાળકીને હવસનો શિકાર બનાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી.

Top Stories Gujarat Surat
Surat Child Rape News

Surat Child Rape News: સુરત શહેરમાં માનવતા મરી પરવારી હોય તેવી વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની માત્ર ૩ વર્ષની માસૂમ બાળકીને પાડોશમાં જ રહેતા એક પરપ્રાંતીય હેવાને પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકી બાથરૂમ ગઈ હતી ત્યારે નરાધમે પાછળ જઈ અત્યાચાર ગુજાર્યો હતો. જોકે, માતા સમયસર પહોંચી જતાં નરાધમ પકડાઈ ગયો હતો.

Surat : માતા નીચે ગઈ ને હવસખોર ત્રાટક્યો

ઘટનાની વિગત મુજબ, સારોલીની ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શ્રમિક પરિવાર રહે છે. ગત રોજ બપોરે માતા તેના પતિને બોલાવવા માટે નીચે ગઈ હતી. આ થોડી મિનિટોની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં રહેતા બિહારના વતની મોજબ્બીર મોહમ્મદ હસામુદીન નામના યુવકે માસૂમ પર નજર બગાડી હતી.

Surat Child Rape News

બાથરૂમમાં ઘૂસીને આચર્યું દુષ્કર્મ

માસૂમ બાળકી જ્યારે બાથરૂમમાં ગઈ, ત્યારે નરાધમ મોજબ્બીર અગાસી પરથી ચોરીછૂપીથી અંદર ઘૂસી ગયો હતો. હેવાને બાળકીના કપડાં કાઢી તેના ગુપ્ત ભાગે ગંભીર શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકી કંઈ સમજે તે પહેલાં જ નરાધમે તેને પીંખી નાખી હતી.

લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો

સદનસીબે, બાળકીની માતા તુરંત ઉપર આવી પહોંચી હતી અને બાથરૂમમાં નરાધમની કરતૂત જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હવસખોરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સારોલી પોલીસને હવાલે કર્યો હતો.

સારોલી પોલીસે આરોપી મોજબ્બીર વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પરપ્રાંતીય કામદારો દ્વારા માસૂમ બાળકીઓને નિશાન બનાવવાની આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ  ફેલાવ્યો છે.


આ પણ વાંચો : યુવકના 24 કલાકમાં બે ગુના, યુવતીની દુષ્કર્મ બાદ હત્યા

આ પણ વાંચો : કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સંજય રોય દોષિત

આ પણ વાંચો : લવજેહાદમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ, 8 આરોપી ઝડપાયા