Entertainment News/ ફિલ્મમાં દર્શાવવા અસલી મોતી અને સોનાની મૂર્તિ તો જોઇશે જ!…કે.આસિફે અટકાવી દીધેલું ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’નું શૂટિંગ!

કે. આસિફે ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’ (Mughal-e-Azam)નું શૂટિંગ 3 દિવસો સુધી એટલે રોકી રાખ્યું હતુ કારણ કે, એ ઇચ્છતા હતા કે એક તળાવમાં પાણીના સ્થાને અત્તર…

Trending Entertainment
Mughal-e-Azam ,અસલી મોતી ,સોનાની મૂર્તિ, ડિરેક્ટર કે આસિફ, દિલીપ કુમાર

Entertainment News: ભારતીય સિનેમાની સૌથી શાનદાર ફિલ્મો પૈકીની એક મનાય છે ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’ (Mughal-e-Azam)…..જેના દિગ્દર્શક કે.આસિફ દ્વારા આ મહાનતમ ગણાતી બોલીવુડ મૂવી (Bollywood Movie)નું શૂટિંગ પૂરા દસ વર્ષ ચાલ્યું હતુ! 5 ઓગષ્ટ 1960ના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ હતી અને એ ભારતીય સિનેમાની એક ક્લાસિક ફિલ્મમાં સામેલ છે.

આ એક ઐતિહાસિક ફિલ્મ હતી જેની પ્રેરણા અકબર બાદશાહના સમય પર આધારિત એક નાટક પરથી લેવામાં આવી હતી. હાલમાં જ આ વિશે બોલીવુડના પીઢ સ્ક્રીપ્ટ રાઇટર કમલેશ પાંડે (Script Writer Kamlesh Pandey)એ આ ફિલ્મના નિર્માણ અંગે વાતચીતમાં એક અચરજભરી વાત કહી છે!

કમલેશ પાંડેના જણાવ્યા અનુસાર, ફિલ્મ ડિરેક્ટર કે. આસિફ (K Asif, Film Director) દ્વારા આ ફિલ્મ માટે અસલી મોતી અને સોનાની મૂર્તિઓની માગણી કરવામાં આવી હતી જેનો ફિલ્મ પ્રોડ્યૂસર શાપૂરજી પલોનજી મિસ્ત્રીએ કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો. આવા સંજોગોમાં કે. આસિફે શૂટિંગને અટકાવી દીધું હતુ!

Mughal-e-Azam ,અસલી મોતી ,સોનાની મૂર્તિ, ડિરેક્ટર કે આસિફ, દિલીપ કુમાર

‘મુઘલ-એ-આઝમ’ (Mughal-e-Azam) ફિલ્મમાં અસલી મોતીની કે. આસિફની જીદ

વાસ્તવમાં આ મૂવીના એક ખાસ સીનમાં એવું દર્શાવાયું હતુ કે જ્યારે સલીમ (Actor Dilip Kumar) 14 વર્ષો બાદ યુદ્ધથી પરત ફરે છે ત્યારે એની માતા જોધાબાઇ (એક્ટ્રેસ દુર્ગા ખોટે) એનું ભવ્ય સ્વાગત કરે છે.

આ દ્રશ્યને લઇને કે. આસિફ અત્યંત ગંભીર હતા અને એમનું માનવું હતુ કે, જોધાબાઇ ફૂલોના સ્થાને મોતીની વર્ષા કરીને એના પુત્રનું સ્વાગત કરે જેથી આ સીન શાહી અને ખાસ લાગે!

જ્યારે આ દ્રશ્યનું શૂટિંગ થવાનું હતુ ત્યારે આસિફે સ્પષ્ટ કહ્યું કે એમને આ દ્રશ્ય માટે અસલી મોતી (Real Pearl) જોઇએ! પરંતુ ફિલ્મ નિર્માતા શાપૂરજી મિસ્ત્રી (Shapurji Mistry)એ આ વાતનો એમ કહીને વિરોધ કર્યો કે, ફિલ્મ તો આમ પણ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’માં જ (Black & White Movie) શૂટ થઇ રહી છે ત્યારે અસલી મોતીઓ પર આટલો બધો ખર્ચ કરવો યોગ્ય નથી!

આ રસપ્રદ વાતચીતમાં કમલેશે આગળ જણાવ્યું હતુ કે આસિફ તો એ વાત પર અડી ગયા કે, મોતી અસલી જ હોવા જોઇએ…શાપૂરજીએ એમને કહ્યું કે, “હદ હો ગઈ યાર! આ એક બ્લેક-એન્ડ-વ્હાઇટ મૂવી છે…કોને ખબર પડશે કે મોતી અસલી છે કે નકલી?”

પરંતુ આસિફે કહ્યું કે,”મને ખબર પડી જશે!’ ન આસિફે એમની જીદ છોડી કે ન શાપૂરજીએ…અને અંતે ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતુ!

Mughal-e-Azam ,અસલી મોતી ,સોનાની મૂર્તિ, ડિરેક્ટર કે આસિફ, દિલીપ કુમાર

1 લાખના અસલી મોતી ખરીદાયાં

આગળ જણાવતા આ લેખકે જણાવ્યું હતુ કે, આસિફે અસલી મોતીઓ વિના શૂટિંગ કરવાની સાફ ના પાડી દીધી! શાપૂરજીએ પણ પોતાની વાત પકડી રાખી અને શૂટિંગ કેટલાક દિવસો માટે અટકી ગયું! આ ઘટના પછી કેટલાક દિવસોમાં ઈદનો તહેવાર (Eid Festival) હતો એ શાપૂરજીએ મનાવ્યો અને આસિફને ઈદી પણ ભેટ આપી….કારણ કે શાપૂરજી ઉંમરમાં કે. આસિફથી મોટા હતા.

આસિફે પૂછ્યું કે, “કેટલી ઈદી છે?” ત્યારે શાપૂરજીએ કહ્યું કે, “1 લાખ રુપિયા…!” એ સમયે આ ઘણી મોટી રકમ હતી. પરંતુ આસિફે કહ્યું કે, “હું એક રુપિયો રાખીશ અને બાકીના તમે રાખો અને એના અસલી મોતી ખરીદી લો!”

Mughal-e-Azam ,અસલી મોતી ,સોનાની મૂર્તિ, ડિરેક્ટર કે આસિફ, દિલીપ કુમાર

કૃષ્ણની અસલી સોનાની મૂર્તિ માટે કે.આસિફની માગણી

આ કિસ્સો બયાન કરતા કમલેશે એમ પણ જણાવ્યું કે, આ જ ફિલ્મના સેટ પર સોનાની મૂર્તિ (Krishna Gold Statue) અંગે પણ વિવાદ થયો હતો. કે. આસિફ ઈચ્છતા હતા કે જોધાબાઈના મંદિર માટે ભગવાન કૃષ્ણની અસલી સોનાની મૂર્તિ મૂકવામાં આવે! અને ત્યારે પણ શાપૂરજીએ પૂછ્યું કે, “બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં કોઇને કેવી રીતે ખબર પડશે કે મૂર્તિ અસલી છે કે નકલી?”

જવાબમાં આસિફે કહ્યું કે, “બીજાને ખબર પડે કે ન પડે…પણ મને ખબર હશે કે એ નકલી છે…અને હું જોધાબાઈના મંદિરમાં નકલી મૂર્તિ ન મૂકી શકું!”

આ વખતે કે. આસિફની વાત તરત જ માની લેવામાં આવી હતી!

Mughal-e-Azam ,અસલી મોતી ,સોનાની મૂર્તિ, ડિરેક્ટર કે આસિફ, દિલીપ કુમાર

કરણ જોહરે પણ એક કિસ્સો બયાન કરેલો

આ અગાઉ મશહૂર ફિલ્મ ડિરેક્ટર કરણ જોહરે (Film Director Karan Johar) પણ આવો જ એક કિસ્સો જણાવ્યો હતો જે એને એના પિતા યશ જોહર પાસેથી જાણવા મળ્યો હતો. યશ જોહર ‘મુઘલ-એ-આઝમ’ના સેટ પર હાજર હતા અને એમણે પોતાનો આ ફિલ્મ વિશેનો અનુભવ જણાવતા એક વાર કરણને કહ્યું હતુ કે, કે. આસિફે એક વખત ફિલ્મનું શૂટિંગ 3 દિવસો સુધી એટલા માટે રોકી રાખ્યું હતુ કારણ કે, એ ઇચ્છતા હતા કે એક તળાવમાં પાણીના સ્થાને અત્તર ભરવામાં આવે!!

કરણ જોહરના કહેવા અનુસાર, “મારા પિતાએ જણાવ્યું હતુ કે, કે. આસિફને અસલી અત્તર જોઇતું હતુ એથી એમણે શૂટિંગ રોકી દીધું હતુ. એ ઈચ્છતા હતા કે જ્યારે ફિલ્મની અદાકારા મધુબાલા (અનારકલી) એ દ્રશ્યમાં હોય તો એને અત્તરની મહેક મહેસૂસ થાય જેથી એના ચહેરા પર અસલી અને ખૂબસૂરત હાવભાવ આવે!”

Mughal-e-Azam ,અસલી મોતી ,સોનાની મૂર્તિ, ડિરેક્ટર કે આસિફ, દિલીપ કુમાર

3 દિવસમાં તળાવ અત્તરથી ભરાયું

“આસિફે ત્યાં સુધી શૂટિંગ શરુ નહતું કર્યું જ્યાં સુધી તળાવમાં અત્તર ભરવામાં ન આવ્યું! પ્રોડક્શન ટીમ માટે આ ઘણું કઠીન કાર્ય હતું પણ આખરે ત્રણ દિવસ પછી તળાવને અત્તરથી ભરવામાં આવ્યું અને ત્યારે શૂટિંગ શરુ થયું!”

આ કિસ્સાઓ પરથી સમજી શકાય છે કે, મુઘલ-એ-આઝમ જેવી મહાનતમ ફિલ્મો બનાવવા પાછળ કેટકેટલો પરિશ્રમ અને વિચાર-વિમર્શ કરવામાં આવતો હતો! અત્રે ઉલ્લેખનીય છે કે પાછળથી આ મૂવીને કલરમાં પણ બનાવવામાં આવી હતી.


આ પણ વાંચો: હૉરર ફિલ્મોથી રાતોરાત સ્ટાર બની આ અભિનેત્રી…5 વર્ષમાં 6 ફિલ્મો કરીને રુપેરી પડદેથી ગાયબ!! ડ્રગ્સ કેસમાં…

આ પણ વાંચો: રિતિક રોશને પેન ઈન્ડિયા ફિલ્મ ARMનું ટીઝર રજૂ કર્યું, મલયાલમ સિનેમાની તસ્વીર બદલાઈ શકે છે

આ પણ વાંચો: રજનીકાંતની આ ફિલ્મમાં જોવા મળશે સાઉથના આ દિગ્ગજ સ્ટાર્સ, બિગ બી પણ કરી શકે છે એન્ટ્રી