Bharuch News: ગુજરાતીમાં જૂનું ભજન છે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, જાણે બિલકુલ તેનું જ પ્રતિબિંબ પાડતા હોય તેવી સ્થિતિ રવિવારે ભરૂચવાસીઓની થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભરૂચ શહેરમાં એક અનોખી પરિસ્થિતિ ઉભી થઈ. અહેવાલો અનુસાર, ભરૂચના વોર્ડ નંબર 2 માં આવેલા એક મતદાન મથક પર અચાનક વીજળી ગુલ થઈ ગઈ. ઇકરા સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકે તરત જ મીણબત્તીના પ્રકાશનો આશરો લીધો.
મીણબત્તીના પ્રકાશમાં પણ મતદાન થયું. મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે આગળ આવ્યા. આ પરિસ્થિતિ છતાં, મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી. લોકોએ જવાબદારીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેની સાથે લોકોને જૂના ભજનને યાદ પણ કરી લીધુ હતુ અને વિપરીત સ્થિતિનો સહર્ષ સ્વીકાર કરીને મતદાનની ફરજ અદા કરી હતી.
આશ્ચર્યની વાત એ હતી કે ધોળા દિવસે મીણબત્તી પ્રગટાવવી પડી હતી. તેથી આ પ્રકારના સિલેકશન સામે પણ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. લોકોનું કહેવું હતું કે ધોળા દિવસે અંધારુ પડતુ હોય તેવા રૂમની પસંદગી જ કઈ રીતે કરવામાં આવી. શું તેઓએ સ્થળ જોયું ન હતું. આ રીતે લોકોને અંધારામાં મતદાન કરવાની નોબત આવી. ધોળા દિવસે સામાન્ય રીતે લાઇટની પણ જરૂર પડતી નથી, પણ અહીં અંધારામાં મતદાન કરવાનો દિવસ આવ્યો તે બતાવે છે કે ક્યાંકને ક્યાંક વ્યવસ્થામાં ખામી છે.
ચૂંટણીપંચ અહીં બત્તીગુલને લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયું હતું. આ સંજોગોમાં તેમની પાસે વૈકલ્પિક વ્યવસ્થા પણ ન હતી. આ બતાવે છે કે ચૂંટણીની તૈયારીઓના દાવા કરવા અને વાસ્તવિક તૈયારીઓ હોવી તેની વચ્ચે કેટલો તફાવત છે. ગુજરાતમાં સુરક્ષાના રીતે તો ખાસ તૈયારી કરવાની હોતી નથી, ફક્ત વહીવટી તૈયારીઓ જ કરવાની હોય છે. તેમા પણ ચૂંટણીપંચે જે પ્રકારની નિષ્ક્રીયતા દાખવી તે આંખે ઉડીને વળગે તેવી છે. કોઈ જાણે પરાણે ચૂંટણી કરાવતું હોય તો વ્યવસ્થા પણ તે રીતે ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
