sports news/ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓની અમદાવાદમાં ‘સરપ્રાઈઝ મુલાકાત’… કેન્સર સામે ઝઝૂમતા દર્દીઓની વધારી હિંમત..!

કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓના વોર્ડમાં IPLમાં વ્યસ્ત ‘Gujarat Titans’ના આ ખેલાડીઓ પહોંચ્યા! કેન્સર સામે જીવનનો જંગ લડી રહેલા આ રિયલ સર્વાઈવર્સ…

Trending Sports
Gujarat Titans, અમદાવાદ, કેન્સરના દર્દીઓ, લ્યુક વુડ, પ્રસિદ્ધ કૃષ્ણા

Sports News: ‘ગુજરાત ટાઇટન્સ’ (Gujarat Titans)ના ખેલાડીઓ હાલ IPLમાં વ્યસ્ત છે અને એમાંથી સમય કાઢીને એમણે એક માનવતાવાદી ઉદ્દાત કાર્ય કર્યું છે. એમણે રમતના મેદાનમાંથી નીકળીને જીવન બચાવવા માટેની એક એવી લડાઈમાં ભાગ લીધો જે છે કેન્સર સામે લડી રહેલા દર્દીઓની લડાઇ!

લ્યુક વુડ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાહરૂખ ખાન અને સાઈ કિશોર (Luke Wood, Prashant Krishna, Shahrukh Khan and Sai Kishore) જેવા ‘ગુજરાત ટાઇટન્સ‘ના સ્ટાર ખેલાડીઓએ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ (Cancer Hospital,Ahmedabad )લીધી હતી અને એમણે આ કેન્સર સામે લડી રહેલા દર્દીઓના ચહેરા પર સ્મિત લાવ્યું હતું.

જીવનના રિયલ હીરોને મળ્યા Gujarat Titans ના આ સ્ટાર ખેલાડીઓ

કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ એક રોજીંદો દિવસ હતો, પણ વાતાવરણ ત્યારે અનેરા ઉત્સાહથી ભરાઈ ગયું જ્યારે અચાનક તેમના વોર્ડમાં IPLમાં વ્યસ્ત ‘ગુજરાત ટાઇટન્સ’ના આ ખેલાડીઓ પહોંચ્યા! કેન્સર સામે જીવનનો જંગ લડી રહેલા આ રિયલ સર્વાઈવર્સ સાથે એમણે સમય વિતાવ્યો હતો, તેમની સંઘર્ષગાથા સાંભળી હતી અને તેઓને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું!

Gujarat Titans, અમદાવાદ, કેન્સરના દર્દીઓ, લ્યુક વુડ, પ્રસિદ્ધ કૃષ્ણા

માનવતા અને રમતનું અનોખું જોડાણ

‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓની આ મુલાકાત કેવળ એક ફોટો-શૂટ નહોતી, પરંતુ એક સાચા અર્થમાં માનવીય જોડાણ હતું. ખેલાડીઓ અત્યંત સહાનુભૂતિપૂર્ણ રીતે આ દર્દીઓ (Patients) સાથે વાતો કરી હતી અને માનવતાનું અનોખું દ્રષ્ટાંત રજૂ કર્યુ હતુ. રમતગમતમાં માત્ર સ્પર્ધા જ નહીં, પણ સમાજને બેઠો કરવાનો ‘હીલિંગ પાવર’ પણ હોય છે એ આ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓના સહકારથી સાબિત થયું છે.

દવાથી રોગ નિર્મૂળ થાય પણ ભાવનાત્મક ક્ષણો આત્માને બળ આપે

આ કેન્સર હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, કેન્સરની બીમારીમાં રિકવરી માત્ર ક્લિનિકલ નથી હોતી, પરંતુ ભાવનાત્મક પણ હોય છે! ‘ગુજરાત ટાઇટન્સ’ના આ ખેલાડીઓની હાજરી માત્રથી આ દર્દીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. પોતાના મનપસંદ ખેલાડીઓને મળવું એ યુવાન દર્દીઓ માટે તો માનસિક તણાવ અને ચિંતાઓને દૂર કરનારી એક શ્રેષ્ઠ થેરાપી સાબિત થઈ છે.


આ પણ વાંચો:  કેકેઆરે લખનૌ સુપરજાયન્ટ્સને સુપર ઓવરમાં હરાવ્યુ

આ પણ વાંચો:  ગુજરાત અને કોલકાતાની મેચમાં ફ્રી હિટનો રોમાંચ, જાણો કેમ અમ્પાયરે વાઈડ ન આપ્યો