Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન: ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’…

ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ‘Tourist Police Station’ સ્થાપવામાં આવશે…

April 29, 2026Sangita Purohit Jani
Gujarat Gandhinagar
Tourist Police Station, ડાંગ, ગીર સોમનાથ, પર્યટકો, Tourist-Friendly

Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગજેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો’ (Tourist Police Stations) સ્થાપવામાં આવશે.

ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો (Gujarat Pravasan) પર આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ DG & IG કોન્ફરન્સની ભલામણો મુજબ રાજ્યના મહત્વના પ્રવાસન જિલ્લાઓમાં સમર્પિત ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’  કાર્યરત કરવાનો હતો.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ DG & IG કોન્ફરન્સની ભલામણો મુજબ રાજ્યના મહત્વના પ્રવાસન જિલ્લાઓમાં સમર્પિત ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’ કાર્યરત કરવાનો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ (Gir Somnath, Devbhoomi Dwarka and Dang) જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો’ સ્થાપવામાં આવશે.

જે પર્યટન સ્થળો પર પહેલેથી જ પોલીસ ચોકીઓ કાર્યરત છે, ત્યાં ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેને અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન તરીકે અપગ્રેડ કરવામાં આવશે.

Tourist Police Station, ડાંગ, ગીર સોમનાથ, પર્યટકો, Tourist-Friendly

‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’ (Tourist Police Station)ના પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ ડિઝાઇન કરવામાં આવશે

પ્રવાસીઓ પોલીસને સરળતાથી ઓળખીને મદદ મેળવી શકે તે માટે પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ (Police Uniform) અને વાહનો માટે એક અનન્ય ‘લોગો’ (Logo) ડિઝાઇન કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ત્વરિત સહાય માટે કન્ટેનર આધારિત માળખા દ્વારા ‘હેલ્પ ડેસ્ક’ અને ‘કિયોસ્ક’ પણ ઊભા કરવામાં આવશે.

પ્રવાસીઓને એક જ પ્લેટફોર્મ પર તમામ જરૂરી માહિતી અને સુરક્ષા સંબંધી સેવાઓ મળી રહે તે હેતુથી એક સેન્ટ્રલ ‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ વિકસાવાશે

પ્રવાસીઓને એક જ પ્લેટફોર્મ પર તમામ જરૂરી માહિતી અને સુરક્ષા સંબંધી સેવાઓ મળી રહે તે હેતુથી તમામ SPને એક સેન્ટ્રલ ‘ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ (Interactive Tourist Police App) વિકસાવવા પણ સૂચના આપવામાં આવી છે.

એટલું જ નહીં, આ બેઠકમાં દરેક ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં પૂરતા પ્રમાણમાં માનવબળ, નવા વાહનોની ખરીદી અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Tourist Police Station, ડાંગ, ગીર સોમનાથ, પર્યટકો, Tourist-Friendly

આ પહેલનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નહીં, પરંતુ ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને એક સુરક્ષિત અને ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવાનો છે: ડૉ. કે.એલ.એન.રાવ

રાજ્યના પોલીસ વડા (Gujarat Police Chief) ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નથી, પરંતુ ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને એક સુરક્ષિત અને ‘મિત્રસભર’ (Tourist-Friendly) વાતાવરણ પૂરું પાડવાનો છે.

આગામી સમયમાં આ આયોજનને વેગ આપીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ સુરક્ષિત બનાવવાની નેમ પોલીસ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ બેઠકમાં IGP (વહીવટ) સહિત ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડ મંજૂર કર્યા, જાણો કયા યાત્રાધામોનો થશે વિકાસ

આ પણ વાંચો:ગુજરાતમાં District Tourism Development Society: ગુજરાત સરકારે પ્રવાસન વિકાસ માટે ખોલ્યો 10 કરોડનો ફંડ ગેટવે

આ પણ વાંચો:પૃથ્વી પરનું સ્વર્ગ! જાણો શ્રેષ્ઠ પ્રવાસનના સ્થળો, મુલાકાતનો યોગ્ય સમય

Post navigation

સુરતના કતારગામમાં દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચડી
‘શબનમ’ કેસમાં ચોંકાવનારી તપાસ, અમદાવાદમાં હાડપિંજર શોધ માટે ખોદકામ

More Posts

ચેકિંગ/ ભારત-પાકિસ્તાન મેચને લઇને પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ,કાલુપુર રેલવે સ્ટેશન પર ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરાયું

October 11, 2023garima rao

Rohan Gupta/ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

April 11, 2024jani
The decrease in the water level of the Narmada dam declined to 111.65 meters

Not Set/ પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં થયો ઘટાડો, 111.65 મીટર થઇ

July 29, 2018July 29, 2018harshjit jani
Rajkot Police Transfer: 84 કર્મચારીઓની બદલી

Rajkot News/ રાજકોટ શહેર પોલીસમાં વધુ એક મોટું ફેરબદલ, 84 કર્મચારીઓની એકસાથે આંતરિક બદલી

July 28, 2026July 28, 2026Jaymin Dhiman

Surat News/ સુરતમાં છેલ્લા 18 મહિનામાં 65 હીરા શ્રમિકોની આત્મહત્યા

August 13, 2024jani
બોરવેલમાં ફસાયેલા યુવકનો મૃતદેહ બહાર કઢાયો

Bhuj News/ ભૂજમાં બોરવેલમાં ફસાયેલા યુવકનો મૃતદેહ અંતે 9 કલાકે મળ્યો

December 7, 2025December 8, 2025Nikunj Patel

Jamnagar News/ જામનગર: નેપાળમાં ગયેલા પ્રવાસીઓ હેમખેમ

September 13, 2025Nikunj Patel

Ahmedabad News/ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પરના હુમલા, અમદાવાદમાં માનવ સાકળ રચી કરાયું વિરોધ પ્રદર્શન

December 10, 2024December 10, 2024Heena Dave

Rajkot News/ રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ સંડોવાયેલા મનસુખ સાગઠિયા સામે EDએ દાખલ કર્યો કેસ

May 6, 2026jani
વડોદરા Accident: ડમ્પરનું ટાયર યુવક પર ફરી વળતા મોત

Vadodara News/ તરસાલીમાં ડમ્પરની બેફામ ઝડપે લીધો એક્ટિવા સવાર યુવકનો જીવ

February 22, 2026Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy