Ahmedabad News/ અમદાવાદમાં યુવકની ઝાડ પર ચડી 25 મિનિટ સુધી બૂમાબૂમ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં આજે બપોરે એક યુવકના હાઈવોલ્ટેજ ડ્રામાથી ભારે ચકચાર મચી ગઈ હતી. જમાલપુર ચાર રસ્તા નજીક એક યુવક અચાનક ઓવરબ્રિજ પરથી પીપળાના ઝાડ(Tree) પર ચડી ગયો અને લગભગ 20થી 25 મિનિટ સુધી ટોચ પર રહી રાજકીય નારા લગાવતો રહ્યો. મળતી માહિતી મુજબ, વાસણા વિસ્તારના ગુપ્તાનગરમાં રહેતો અનુજ નામનો યુવક બપોરે અંદાજે […]

Gujarat Ahmedabad
જમાલપુર ચાર રસ્તા નજીક એક યુવક અચાનક ઓવરબ્રિજ પરથી પીપળાના ઝાડ(Tree) પર ચડી ગયો અને લગભગ 20થી 25 મિનિટ સુધી ટોચ પર રહી રાજકીય નારા લગાવતો રહ્યો

Ahmedabad News : અમદાવાદ શહેરમાં આજે બપોરે એક યુવકના હાઈવોલ્ટેજ ડ્રામાથી ભારે ચકચાર મચી ગઈ હતી. જમાલપુર ચાર રસ્તા નજીક એક યુવક અચાનક ઓવરબ્રિજ પરથી પીપળાના ઝાડ(Tree) પર ચડી ગયો અને લગભગ 20થી 25 મિનિટ સુધી ટોચ પર રહી રાજકીય નારા લગાવતો રહ્યો.

મળતી માહિતી મુજબ, વાસણા વિસ્તારના ગુપ્તાનગરમાં રહેતો અનુજ નામનો યુવક બપોરે અંદાજે 2:30 વાગ્યે જમાલપુર ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો. બ્રિજની બાજુમાં આવેલા ઝાડની ડાળીઓનો સહારો લઈને તે સીધો ઝાડ પર ચડી ગયો હતો. ત્યારબાદ તેણે “રામ મંદિર બનાવો” અને “ભાજપ ગઈ, કોંગ્રેસ આવી” જેવા નારા લગાવતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

યુવકને ઝાડની ટોચ પર જોઈ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળ નજીક જ ફાયર સ્ટેશન હોવાને કારણે ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી ગઈ હતી. યુવકને સલામત રીતે નીચે ઉતારવા માટે હાઈરાઇઝ સીડી (સ્નોર્કલ) મંગાવવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

રેસ્ક્યુ દરમિયાન ચાર ફાયર જવાનોએ જીવના જોખમે કામગીરી કરી હતી. યુવક સતત એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારતો રહ્યો અને પકડમાંથી બચવાનો પ્રયાસ કરતો રહ્યો. અંતે જવાનોની ટીમે મહેનત કરીને તેને કાબૂમાં લીધો અને સીડી મારફતે નીચે ઉતાર્યો હતો.

આ ઘટનાને કારણે થોડા સમય માટે જમાલપુર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. યુવકને નીચે ઉતાર્યા બાદ પણ તેણે પોલીસની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ યુવકે આવું પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો  : અમદાવાદમાં પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકે વાઘને બાથ ભીડવાનો કર્યો પ્રયાસ, કારસ્તાન ભારે પડ્યું…જુઓ વીડિયો

આ પણ વાંચો  : વેક્સિનનાં ડરથી ઝાડ પર ચડ્યો યુવક, પત્નીનું આધારકાર્ડ પણ ન આપ્યું

આ પણ વાંચો  : ગાંધીનગરમાં વિધાનસભા પાસે યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ, સમસ્યા કોઈ ના સાંભળતા ઉઠાવ્યું આ પગલું