Breaking News/ અમદાવાદ કોંગ્રેસમાં ખળભળાટ! કુબેરનગરના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરનું એલ.સી. બોગસ નીકળ્યું

Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનના કુબેરનગર વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર કલ્પનાબેન કોડેકર વિરુદ્ધ બોગસ એલ.સી. રજૂ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવાની સૂચના અપાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Congress Corporator New

Ahmedabad Congress Corporator New: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના રાજકારણમાં ફરી એકવાર બોગસ દસ્તાવેજોનો મામલો ગરમાયો છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર કલ્પનાબેન કોડેકરે ચૂંટણી સમયે રજૂ કરેલું લિવિંગ સર્ટિફિકેટ (L.C.) તપાસમાં નકલી હોવાનું સાબિત થયું છે. આ મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) હવે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કડક સૂચના આપી છે.

Ahmedabad : શું છે સમગ્ર મામલો?

કુબેરનગર વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા કલ્પનાબેન કોડેકરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ‘કલ્પનાબેન સૂરજભાઈ નવલેકર’ ના નામનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.) રજૂ કર્યું હતું. આ દસ્તાવેજ અંગે ચિરાગ શાહ નામના જાગૃત નાગરિકે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી અને તેની સત્યતા તપાસવા માંગ કરી હતી.

તપાસમાં મોટો ખુલાસો

ચિરાગ શાહની ફરિયાદના આધારે DEO કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં રેકોર્ડમાં મોટી વિસંગતતા જોવા મળી છે. કલ્પનાબેને જે એલ.સી. રજૂ કર્યું હતું, તેના જી.આર. (General Register) નંબરની જ્યારે શાળાના મૂળ રેકોર્ડ સાથે સરખામણી કરવામાં આવી, ત્યારે તે નંબર પર કોઈ અન્ય વ્યક્તિનું જ નામ નોંધાયેલું જોવા મળ્યું હતું. આ તપાસના અંતે એ સ્પષ્ટ થયું છે કે કોર્પોરેટર દ્વારા રજૂ કરવામાં આવેલું એલ.સી. સંપૂર્ણપણે બોગસ છે અને માત્ર ચૂંટણી લડવા માટે જ તે ઊભું કરવામાં આવ્યું હતું.

કોર્પોરેટર પદ પર લટકતી તલવાર

જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે ગંભીર નોંધ લઈને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યો છે. જો પોલીસ તપાસમાં ગુનો સાબિત થાય અને એફઆઈઆર નોંધાય, તો આગામી દિવસોમાં કલ્પનાબેન કોડેકરે પોતાનું કોર્પોરેટર પદ પણ ગુમાવવું પડી શકે છે. આ ઘટનાને પગલે કુબેરનગર અને અમદાવાદ કોંગ્રેસના સંગઠનમાં ભારે દોડધામ મચી ગઈ છે.


આ પણ વાંચો:AMCની મોટી જાહેરાત: એડવાન્સ ટેક્સ પર 15% સુધી રાહત, 9 એપ્રિલથી સ્કીમ શરૂ

આ પણ વાંચો:અમદાવાદ AMC માં ભાજપનો દબદબો, 11 વોર્ડમાં આખી પેનલનો વિજય

આ પણ વાંચો:અમદાવાદનો નવો મેયર કોણ? AMCમાં સત્તાના ટોચના પદ માટે દોડ તેજ