Rajkot News/ રાજકોટમાં SOGનો સપાટોઃ જસદણમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, ત્રણની ધરપકડ

રાજકોટ એસઓજીએ સપાટો બોલાવ્યો છે. ડીઆઇજી નિર્લિપ્તરાયના માર્ગદર્શન હેઠળ ડ્ર્ગ્સ સામેની ડ્રાઇવમાં 108 કિલો ગાંજો (Ganjo) પકડવામાં આવ્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ જસદણના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી Ganja (ગાંજો) ઝડપાયો છે. 108 કિલો માદક પદાર્થના જથ્થા સાથે ત્રણ ઝડપાયા છે. જય વિહળનાથ હોટેલ પાસેથી આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. ઓડિશામાંથી માલવાહક ટ્રકમાંથી ગાંજો છૂપાવીને લાવવામાં આવતો હતો. 54 લાખથી વધુ કિંમતનો ગાંજો કબ્જે કરવામાં આવ્યો છે. ગાંજા ઉપરાંત ત્રણ મોબાઇલ ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા છે અને અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ આરંભી છે.

Rajkotમાં 108 કિલો ગાંજો (Ganja) ઝડપાયો

જંગી માત્રામાં ગાંજો (Ganja)ઝડપાયો

ઉલ્લેખનીય છે કે “SAY NO TO DRUGS” મુહિમ હેઠળ ડીઆઈજી નિર્લીપ્ત રાય અને એસપી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શનમાં SOG ની ટીમે ખાનગી બાતમીના આધારે કરી મોટી કાર્યવાહી, રાજુભાઈ ચૌહાણ (બોટાદ), કાદરશા શેખ (જામનગર) અને નરેશભાઈ લીંબડીયા (બોટાદ) નામના ૩ આરોપીઓની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં SOGનો સપાટો- ગાંજો (Ganja) ઝડપ્યો

આ ઉપરાંત ગાંજો મંગાવનાર કાલાવાડના બે આરોપીઓ (મહમદરફીક અને અબ્દુલલતીફ) તથા ઓડિશાના સપ્લાયર (અલેખા બહેરા) સહિત કુલ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આમ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ વિરોધી પોલીસની ચળવળ ચાલુ રહે તેમ માનવામાં આવે છે.

રાજકોટ પોલીસે શહેરને ડ્રગ્સના વ્યસનથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેના અન્વયે દરેક ડ્રગ ડીલરથી લઈને ડ્રગ પેડલરને શોધી-શોધીને પકડવામાં આવી રહ્યા છે. તે જો રાજકોટ છોડીને ભાગી જાય તો પણ આખા ગુજરાતમાંથી પણ પકડવાની ડીઆઈજી નિર્લિપ્ત રાયની તૈયારી છે.

જો કે ગાંજાના આટલા બધા જથ્થાની માંગ જોઈને પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે કે ગુજરાતમાં આટલા બધા માદક પદાર્થોની જરૂર કોને પડે છે. શું યુવાધન બરબાદીના માર્ગે ચઢી ગયુ છે, કે પછી ગાંજાના ઉપયોગ કેમિકલ એકમોમાં દવાઓથી લઈને કેમિકલ બનાવવા કરવામાં આવે છે.


આ પણ વાંચો: રાજકોટમાં 9 કિલો ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાયો

આ પણ વાંચો: રાજકોટ એસઓજીએ 51 કિલોથી વધુનો ગાંજો ઝડપ્યો

આ પણ વાંચો: શાપર નજીક રીક્ષામાં ગાંજાની હેરાફેરીનો થયો પર્દાફાશ