Ahmedabad News: અમદાવાદ શહેરના નારણપુરા ક્રોસિંગ પાસે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS (Ahmedabad AMTS) બસની અચાનક બ્રેક ફેલ થઈ જતા બસ બેકાબૂ બની હતી અને રસ્તા પર પસાર થઈ રહેલા અનેક વાહનોને ટક્કર મારી હતી.
Ahmedabad AMTS: કાર અને ત્રણ બાઇકને જોરદાર ટક્કર
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસે સામે આવી રહેલી એક કાર અને ત્રણ બાઇકને જોરદાર અડફેટમાં લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. ઘટનાસ્થળે વાહનોના કુરચેકુરચા ઉડી ગયા હતા.
લોકોમાં ભયનો માહોલ
અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રોડ પર હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.
મોટી જાનહાનિ ટળી
અકસ્માત ગંભીર હોવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તમામ વાહનચાલકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ટ્રાફિક જામના દ્રશ્યો
અકસ્માત બાદ નારણપુરા ક્રોસિંગ વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી વાહનો હટાવી ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરી હતી.
આ પણ વાંચો:કાળજું કંપાવતો અકસ્માત! અમદાવાદમાં રોંગ સાઈડમાં જતી એક્ટિવાને AMTS બસે લીધી અડફેટે
આ પણ વાંચો:અમદાવાદના કૃષ્ણનગરમાં AMTS બસનો અકસ્માત: બેદરકારી સામે ફરી ઉઠ્યા પ્રશ્નો
