Kheda News/ કપડવંજમાં ઘરકંકાસમાં આખો પરિવાર ખતમ, નહેરમાં ઝંપલાવીને 4 લોકોએ જીવન ટૂંકાવ્યું

ખેડાના Kapadvanjતાલુકાના ફતિયાવાદ ગામની નહેરમાંથી એક જ પરિવારના 4 સભ્યો (પતિ-પત્ની અને બે બાળકીઓ) ના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને કારણે સામૂહિક આપઘાત હોવાનું અનુમાન.

Top Stories Gujarat Others
Kapadvanj Mass Suicide News

Kapadvanj Mass Suicide News: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નાની એવી પારિવારિક તકરાર અને ઘરકંકાસે એક આખા હસતા-રમતા પરિવારનો ભોગ લઈ લીધો છે. ફતિયાવાદની નહેરમાંથી પતિ, પત્ની અને તેમની બે ફૂલ જેવી માસૂમ બાળકીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Kapadvanj : સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજની ફતિયાવાદ નહેરમાં એક પરિવારે સામૂહિક રીતે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. સ્થાનિક લોકોએ નહેરમાં મૃતદેહો તરતા જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ પરિવારે કોઈ ગંભીર ઘરકંકાસ કે પારિવારિક વિવાદને કારણે આત્યંતિક પગલું ભર્યું હતું.

માસૂમ બાળકીઓએ પણ જીવ ગુમાવ્યો

સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે આ સામૂહિક આપઘાતમાં માતા-પિતાની સાથે બે માસૂમ બાળકીઓ પણ મોતને ભેટી છે. પોલીસનું માનવું છે કે, પરિવારમાં ચાલતા આંતરિક ઝઘડા અને કંકાસને કારણે કદાચ પરિણીતાએ પહેલા બાળકો સાથે નહેરમાં પડતું મૂક્યું હોય અને ત્યારબાદ પતિએ પણ ઝંપલાવ્યું હોય. જોકે, સાચું કારણ પોલીસ તપાસમાં જ બહાર આવશે.

પોલીસ અને તંત્રની કામગીરી

ઘટનાની જાણ થતા જ આતરસુંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ ચારેય મૃતદેહોને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આતરસુંબા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: ખેડામાં ‘ગામનો નિર્ધાર’ અભિયાનથી કુપોષિત બાળકોને દૂધદાનથી મળતી મોટી પોષણ સહાય

આ પણ વાંચો: ખેડા-કપડવંજનું ઝવેરાત બજાર: દિવાળી નજીક, છતાં મંદીનો માહોલ

આ પણ વાંચો: કપડવંજના માંડવ મુવાડામાં કપિરાજનો આતંક, 50 વર્ષીય વ્યક્તિ ઇજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ