Gujarat News/ અમૂલ દૂધના ભાવમાં વધારો, પ્રતિ લીટર ₹2 મોંઘું થયું

અમૂલના દૂધ (Amul Milk)ના ભાવમાં આ વધારો રાજ્યભરમાં લાગુ પડશે અને આવતીકાલથી ગ્રાહકોને નવા દરે દૂધ મળશે.

Gujarat Top Stories
અમૂલના દૂધ (Amul Milk)ના ભાવમાં આ વધારો રાજ્યભરમાં લાગુ પડશે

Gujarat News : દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ Amul દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. અમૂલએ વિવિધ પ્રકારના દૂધના પેકેટ પર પ્રતિ લીટર ₹2 સુધીનો વધારો કર્યો છે. નવી કિંમતો 14 મે 2026, ગુરુવારથી અમલમાં આવશે.

દૂધના ઉત્પાદન ખર્ચ, પશુચારો, ટ્રાન્સપોર્ટેશન અને ઓપરેશનલ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ભાવ વધારાનો સીધો અસર સામાન્ય ગ્રાહકોના માસિક બજેટ પર પડશે.

અમૂલ દૂધના નવા ભાવ

દૂધનો પ્રકાર પેકિંગ જૂનો ભાવ નવો ભાવ
શક્તિ 500 ML ₹31 ₹32
બફેલો 500 ML ₹38 ₹39
ગોલ્ડ 500 ML ₹34 ₹35
gોલ્ડ 1 લીટર ₹68 ₹70
સ્લીમ & ટ્રિમ 500 ML ₹25 ₹26
ટી સ્પેશિયલ 500 ML ₹32 ₹33
ટી સ્પેશિયલ 1 લીટર ₹64 ₹66
તાજા 500 ML ₹28 ₹29
તાજા 1 લીટર ₹55 ₹57
ગાય 500 ML ₹29 ₹30

ગ્રાહકો પર શું પડશે અસર?

દૂધના ભાવમાં થયેલા વધારા (Price Hiked)ને કારણે રોજિંદા વપરાશ કરતા પરિવારોના ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને ચા-નાસ્તા, દહીં, છાશ અને મીઠાઈના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર પણ તેની અસર જોવા મળી શકે છે.

અમૂલના દૂધ (Amul Milk)ના ભાવમાં આ વધારો રાજ્યભરમાં લાગુ પડશે અને આવતીકાલથી ગ્રાહકોને નવા દરે દૂધ મળશે.


આ પણ વાંચો : ગુજરાતે દૂધ ઉત્પાદનમાં અન્ય રાજ્યોને પાછળ છોડી દીધા, જાણો કયું સ્થાન મેળવ્યું

આ પણ વાંચો : અમૂલ બાદ હવે પરાગે પણ વધાર્યા ભાવ, જાણો હવે કેટલામાં મળશે 1 લીટર દૂધ

આ પણ વાંચો : અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘુ થયું, જાણો નવા ભાવ