Surat News/ સુરતમાં બાળમજૂરીનો મોટો પર્દાફાશ: ટેક્સટાઇલ યુનિટોમાંથી 86 બાળકો રેસ્ક્યુ, 7 વર્ષનું બાળક પણ મળ્યું

સુરતમાં બાળમજૂરી (Surat Child Labour Case)ના મોટા કૌભાંડનો પર્દાફાશ!પુણા વિસ્તારની ટેક્સટાઇલ યુનિટોમાંથી 86 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બચાવાયેલા બાળકોમાં માત્ર 7 વર્ષનું બાળક પણ સામેલ છે.રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી ખોટાં વચનો આપી બાળકોને સુરત લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Child Labour Case:86 બાળકો રેસ્ક્યુ,7 વર્ષનું બાળક પણ

Surat News: સુરત શહેરના પુણા વિસ્તારમાં બાળમજૂરીના મોટા કૌભાંડ (Surat Child Labour Case)નો પર્દાફાશ થયો છે. સુરત પોલીસ, બાળ સુરક્ષા એજન્સીઓ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ટેક્સટાઇલ યુનિટોમાંથી 86 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે બચાવાયેલા બાળકોમાં સૌથી નાની ઉંમરનું બાળક માત્ર 7 વર્ષનું હોવાનું સામે આવ્યું છે.

સુરતના ટેક્સટાઈલ યુનિટોમાં બાળમજૂરી (Surat Child Labour Case)નો કાળો કારોબા

મળતી માહિતી મુજબ, પુણાની સીતારામ અને મુક્તિધામ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતા ટેક્સટાઇલ યુનિટોમાં બાળમજૂરી (Surat Child Labour Case) કરાવવામાં આવતી હતી. ગાયત્રી સેવા સંસ્થાની બાતમીના આધારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ (NCPCR), રાજસ્થાન પોલીસ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને પુણા પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહીમાં લગભગ 100 મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 27 સ્થળોએ બાળમજૂરો (Surat Child Labour Case) મળી આવ્યા હતા. બાળકોને સાંકડી અને અસુરક્ષિત ઓરડીઓમાં રાખીને દિવસના 12-12 કલાક સુધી કામ કરાવવામાં આવતું હતું. કેટલાક બાળકો સાડીના દોરા કાપતા હતા તો કેટલાક જોખમી મશીનો ચલાવતા જોવા મળ્યા હતા.

Surat Child Labour Case
Surat Child Labour Case

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બાળકોને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી ખોટાં વચનો આપી સુરત લાવવામાં આવતા હતા. એજન્ટો બાળકોના પરિવારજનોને આર્થિક મદદ, ભણતર કે ફરવાના બહાને બાળકોને અહીં લાવી મજૂરીમાં ધકેલી દેતા હતા.

બચાવાયેલા બાળકોમાં સૌથી વધુ રાજસ્થાનના ઉદયપુર વિસ્તારના આદિવાસી બાળકો છે. તેમાં 8 અને 10 વર્ષના બે સગા ભાઈઓ પણ સામેલ છે. કેટલાક બાળકો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ યુનિટોમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.દરોડા દરમિયાન એક 7 વર્ષનું બાળક ડરેલું અને ધ્રૂજતું હાલતમાં મળ્યું હતું, જે પોલીસને જોઈને અન્ય બાળકો પાછળ છુપાઈ ગયું હતું. આ દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ભાવુક બની ગયા હતા.

ફેક્ટરી સંચાલકોએ બચાવ કરતા જણાવ્યું હતું કે તેઓ બાળકોને માતા-પિતાની મંજૂરીથી લાવ્યા છે. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે જોખમી કામ કરાવવું જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગંભીર ગુનો છે. તમામ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.હાલ તમામ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના પુનઃવસન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં બાળકોની બહાદુરી, પોલીસે કર્યો બાળમજૂરી રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો:દયાદરાની પ્રાથમિક શાળાના બાળકોના હાથમાં પુસ્તકને બદલે પાવડા! મજૂરી કરાવતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:શ્રમ રોજગાર કચેરીનું બાળ મજૂરી નાબૂદી અભિયાન, દરોડા પાડી છોડાયા 7 બાળકો