india news/ આજથી મોંઘી બનશે મુસાફરી, પેટ્રોલ ₹3.14 અને ડીઝલ ₹3.11 મોંઘું

પેટ્રોલ (Petrol) ₹3.14 અને ડીઝલ (diesel) ₹3.11 પ્રતિ લિટર મોંઘું થતા સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજ વધ્યો છે.

Top Stories India
Petrol

Petrol and Diesel Prices Pising: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઇંધણ પુરવઠામાં તંગી સર્જાઈ છે, જેના સીધા અસરરૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિનો ભાર હવે સામાન્ય ગ્રાહકો પર પણ પડી રહ્યો છે.

શુક્રવારે સવારે 6 વાગ્યાથી દિલ્હી સહિત દેશભરમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે.

પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 3.14 રૂપિયાનો વધારો થતાં તેની કિંમત હવે 97.77 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બીજી તરફ ડીઝલમાં 3.11 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થતાં તેનો ભાવ 90.67 રૂપિયા સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે વર્ષ 2022 પછી પહેલી વખત ઇંધણના ભાવમાં આ પ્રકારનો વધારો નોંધાયો છે.

કેટલો થયો તેલનો ભાવ ?

MS (પેટ્રોલ) ના ભાવ (₹ પ્રતિ લિટર)

દિલ્હી: 97.77 (+3.00)
કોલકાતા: 108.74 (+3.29)
મુંબઈ: 106.68 (+3.14)
ચેન્નાઈ: 103.67 (+2.83)

HSD (ડીઝલ)ના ભાવ (₹ પ્રતિ લિટર)

દિલ્હી: 90.67 (+3.00)
કોલકાતા: 95.13 (+3.11)
મુંબઈ: 93.14 (+3.11)
ચેન્નાઈ: 95.25 (+2.86)

તેમણે વધુમાં જણાવ્યું કે પેટ્રોલ કંપનીઓએ મધરાતે ઇમેઇલ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને ભાવવધારાની જાણકારી આપી હતી, જે શુક્રવાર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.

PETROL
PETROL

આ ભાવવધારાનો સીધો અસર દિલ્હી-એનસીઆર વિસ્તારના રહેવાસીઓ પર પડશે, ખાસ કરીને રોજિંદા મુસાફરી કરનાર લોકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ અને નાના ધંધાર્થીઓ પર વધુ ભાર પડશે, જેના કારણે સામાન્ય જનજીવનના ખર્ચમાં વધારો થશે.


આ પણ વાંચો :  રાજ્યપાલની સાયકલ યાત્રાથી ઈંધણ બચતનો સંદેશ

આ પણ વાંચો : ફુગાવાએ તોડ્યો 42 મહિનાનો રેકોર્ડ

આ પણ વાંચો : ચૂંટણી પંચનો મોટો નિર્ણય: 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRનો ત્રીજો તબક્કો શરૂ