Business News/ ઇરાન યુદ્ધના કારણે તેલ બજારમાં ભડકો, 48 કલાકમાં બીજી વાર મોંઘો થયો CNG, જુઓ દિલ્હીના નવા રેટ

ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલની કિંમતો $100 ને પાર થતાં દિલ્હી-NCR માં CNGના ભાવમાં ફરી રૂ. 1 નો વધારો થયો છે, જેના કારણે દિલ્હીમાં ભાવ ₹80.09 એ પહોંચ્યો છે. પેટ્રોલ-ડીઝલ પણ રૂ. 3 મોંઘા થયા છે.

Top Stories Trending Business
CNG

Delhi CNG Price Hike 2026: મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના NCR શહેરોમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) દ્વારા સીએનજી (CNG) ના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા દબાણ વચ્ચે માત્ર 48 કલાકની અંદર આ બીજી વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હીમાં ઇતિહાસમાં પહેલીવાર સીએનજીનો ભાવ ₹80 પ્રતિ કિલોની સપાટીને વટાવી ગયો છે.

48 કલાકમાં બીજો ઝટકો: 3 દિવસમાં ₹3 મોંઘો થયો ગેસ

આઇજીએલ (IGL) દ્વારા દિલ્હી-NCRમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1 નો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ 15 મેના રોજ પણ સીએનજીના ભાવમાં રૂ. 2 નો વધારો ઝીંકાયો હતો. આમ, માત્ર 3 દિવસની અંદર જ દિલ્હીમાં સીએનજી પ્રતિ કિલો રૂ. 3 મોંઘો થઈ ગયો છે.

નવા ભાવ પર એક નજર:

દિલ્હી: રૂ. 1 ના વધારા બાદ હવે નવો ભાવ રૂ. 80.09 પ્રતિ કિલો થઈ ગયો છે.

નોઇડા: નોઇડામાં પણ સીએનજી રૂ. 1 મોંઘો થતાં હવે કિંમત રૂ. 88.70 પ્રતિ કિલો એ પહોંચી ગઈ છે.

નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં CNGના ભાવ હજુ પણ વધી શકે છે, જેના કારણે ટૂંક સમયમાં જ ઓટો રિક્ષા અને સીએનજી આધારિત ટેક્સીઓ (Ola-Uber) ના ભાડામાં પણ મોટો વધારો જોવા મળી શકે છે.

પેટ્રોલ-ડીઝલ પણ ભડકે બળ્યા: ઇરાન યુદ્ધની સીધી અસર

CNGની સાથે-સાથે ઇંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર રૂ. 3 નો તોતિંગ વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 97.77 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત રૂ. 90.67 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

ભાવ વધવા પાછળના મુખ્ય કારણો:

ઇરાન યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (કાચું તેલ) ના ભાવમાં 50% થી વધુનો મોટો વધારો થયો છે. છેલ્લા 23 ટ્રેડિંગ દિવસોથી ક્રૂડ ઓઇલની કિંમત સતત પ્રતિ બેરલ $100 ની ઉપર ટ્રેડ થઈ રહી છે.

યુદ્ધની પરિસ્થિતિને કારણે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે. નબળા રૂપિયાના કારણે ભારત માટે ઇંધણની આયાત મોંઘી થઈ રહી છે, જેના લીધે દેશમાં ફુગાવાનો (મોંઘવારી) ખતરો વધી ગયો છે.


આ પણ વાંચો : ઓફિસ જવા માટે બેસ્ટ છે આ 4 ઈલેક્ટ્રિક કાર, ઓછી કિંમતમાં મળશે લાંબી રેન્જ

આ પણ વાંચો :શું ભારતમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી પર લાગશે બ્રેક? જાણો મિડલ ઈસ્ટ વોર અને ક્વોટા સિસ્ટમની અસર

આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ